1 કપ સમારેલ કોબીજ, 1/2 કપ સમારેલ ગાજર, 3 સમારેલ ડુંગળી, 3 મોટા સમારેલ કેપ્સિકમ, 1 ચમચી આદુ લસણની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું, 1/2 કપ મેંદો,ચપટી આજીનો મોટો, ચપટી મરી પાઉડર અને 1/4 કોર્નફલાર,
2 મોટી સમારેલ ડુંગળી, 2 સમારેલ કેપ્સિકમ, 1 ચમચી ચીલી સોસ, 1 ચમચી સોયા સોસ, 1 ચમચી આદુ લસણની પેસ્ટ, બનાવેલ તૈયાર મંચુરિયન
સૌ પ્રથમ એક મોટા પાત્રમાં સમારેલ કોબીજ, સમારેલ ગાજર, સમારેલ ડુંગળી, સમારેલ કેપ્સિકમ, 1 ચમચી આદુ લસણની પેસ્ટ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.
હવે તેમાં મેંદો,ચપટી આજીનો મોટો, ચપટી મરી પાઉડર અને થોડો કોર્નફલાર નાખો. બધું સારી રીત મિક્ષ કરો અને તેના નાના બોલ બનાવો.
હવે એક મોટા પેનમાં તેલ ગરમ કરો, તેમાં બધા મંચુરિયન ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
હવે વઘાર માટે એક પેનમાં સહેજ તેલ નાખો, તેમાં ડુંગળી, સમારેલ કેપ્સિકમ, આદુ લસણની પેસ્ટ અને ચીલી સોસ, 1 ચમચી સોયા સોસ નાખો અને 2 મિનિટ માટે કુક થવા દો.
સારી રીતે કુક થવા દો, બધા મસાલા અને સોસ મિક્ષ થઇ જાય એટલે એમાં ડિપફ્રાય કરેલા મંચુરીયન નાખો. પ્રોપર મિક્સ કરો અને ગરમ ગરમ સર્વ કરો.