વેજીટેબલ કટલેસ વરસતા વરસાદમાં ખાવ, મોજ આવશે

Jun 21, 2025, 07:28 PM

કટલેસ રેસીપી

વરસાદની સિઝન ચાલી રહી છે. આવા ઠંડકવાળા વાતાવરણમાં ટેસ્ટી અને ચટપટું ખાવાનું મન થાય છે.

ઘરે બનાલો

તમે વેજીટેબલ કટલેસ ઘરે બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.

વેજીટેબલ કટલેસ સામગ્રી

તેલ,ટોસ્ટ, કોર્નફ્લોર, રવો, મીઠું, બાફેલા બટાકા, સમારેલું ગાજર, વટાણા, કોથમીર, તલ, હિંગ, હળદર, લાલમરચું પાઉડર, લીલા મરચા, આદુ, ગરમ મસાલો, વરિયાળી, આમચૂર પાઉડર.

વેજીટેબલ કટલેસ - સ્ટેપ 1

સૌ પ્રથમ બટાકા બાફીને ઠંડા થવા દો. પછી તેની છાલ ઉતારીને સ્મેશ કરી લો.

સ્ટેપ 2

મિક્સર જારમાં મરચા અને આદુ ઉમેરી ક્રશ કરીને એક બાઉલમાં કાઢી લો. ગાજર અને વટાણાને પણ અધકચરા વાટી લો. પછી ટોસ્ટનો પણ પાઉડર તૈયાર કરી લો.

સ્ટેપ 3

એક કડાઈમાં તેલ ગરમ કરીને તલ, હિંગ, સમારેલા ગાજર અને વટાણા ઉમેરીને સાંતળી લો. પછી હળદર અને લાલ મરચું પાઉડર ઉમેરીને મિક્સ કરી લો. 2 મીનિટ બાદ આ મિશ્રણને એક ડીશમાં કાઢીને ઠંડુ થવા દો.

સ્ટેપ 4

ત્યારબાદ એક બાઉલમાં સ્મેશ કરેલા બટાકા, આમચૂર પાઉડર, મીઠું, લીલી પેસ્ટ, વરિયાળી, ગરમ મસાલો, કોથમીર ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ 5

આ પછી ટોસ્ટનો ભૂકો, કોર્નફ્લોર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. પછી મિશ્રણનાં એકસરખા ગોળા વાળી રવામાં રગદોળીને બીબામાં આકાર આપી બધી બાજુ રવા થી કોટ કરી લો.

વેજીટેબલ કટલેસ તૈયાર

કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો. તૈયાર કરેલ કટલેસ સોનેરી થાય ત્યાં સુધી તળી લો. આ પછી ગરમા ગરમ વેજીટેબલ કટલેસને ચટણી કે સોસ સાથે સર્વ કરો.