શાકભાજીથી ભરપૂર હોવાથી પૌષ્ટિક નાસ્તો છે, એમાં ફાઈબર અને અન્ય વિટામિન આવે છે.
1 કપ ઢોકળાનો લોટ, 1/4 કપ રવો, 1/2 કપ દહીં, જરૂર મુજબ પાણી, 1 ચમચી આદુ-મરચાંની પેસ્ટ, 1/4 ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી ખાંડ, 1 ચમચી ખાવાનો સોડા, 1 ચમચી તેલ
2 ચમચી છીણેલું ગાજર, 2 ચમચી ઝીણું સમારેલું કેપ્સિકમ, 2 ચમચી બાફેલા વટાણા, 1 ચમચી ઝીણી સમારેલી કોથમીર (તમે કીચનમાં હાજર શાકભાજી ઉમેરી શકો છો)
2 ચમચી તેલ, 1 ચમચી રાઈ, 1/2 ચમચી જીરું, 1/4 ચમચી હિંગ, 8-10 લીમડાના પાન, 2લીલા મરચાં, 1 ચમચી તલ, 2 ચમચી છીણેલું નારિયેળ
એક મોટા બાઉલમાં ઢોકળાનો લોટ અને રવો લો. તેમાં દહીં ઉમેરી, એમાં જરૂર મુજબ પાણી ઉમેરી થોડું ઘટ્ટ બેટર રાખો, એમાં આદુ-મરચાંની પેસ્ટ, હળદર, મીઠું અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરો.
બેટરને 30 મિનિટ માટે ઢાંકીને સેટ થવા દો, મનગમતા શાકભાજી ઉમેરો અને ઢોકળાની થાળીઓને તેલથી ગ્રીસ કરી લો એમાં ખાવાનો સોડા અને તેલ ઉમેરો અને બેટર નાખો અને સ્ટીમ કરવા મુકો.
ઢોકળાને 20 મિનિટ માટે વરાળમાં પકાવો, ચપ્પુ અંદર નાખીને ચેક કરો.થઇ જાય તો ગેસ બંધ કરીને ઢોકળાને ઠંડા થવા દો અને મનપસંદ આકારમાં કાપી લો.
કડાઈ તેલ ગરમ કરો, રાઈ ઉમેરો, તતડે એટલે જીરું, હિંગ, લીમડાના પાન અને લીલા મરચાં ઉમેરી તલ ઉમેરીને વઘારને ઢોકળા ઉપર રેડો, ઢોકળાને ચટણી સાથે સર્વ કરો.