Nov 12, 2025

વેજીટેબેલ ફ્રેન્કી રેસીપી, બાળકો ટિફિનમાં પણ લઇ જશે

Ashish Goyal

બાળકો માટે નાસ્તો

સ્કૂલ જતા બાળકોને નાસ્તામાં રોજ-રોજ શું બનાવી આપવું તેની ચિંતા માતાને હોય છે.

Source: social-media

વેજીટેબેલ ફ્રેન્કી રેસીપી

આજે અમે બાળકોને પસંદ પડે તેવી વેજીટેબેલ ફ્રેન્કીની રેસીપી જણાવી રહ્યા છીએ. જે તમે આસાનીથી ઘરે બનાવી શકો છો.

Source: social-media

વેજીટેબેલ ફ્રેન્કી સામગ્રી

ઘઉંનો લોટ, મેદાનો લોટ, હીંગ, જીરુ, લસણની પેસ્ટ, આદુની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, કોબી, ગાજર, કેપ્સીકમ, ટોમેટો કેચઅપ, મીઠું, તેલ, બટર, ચીઝ, બાફેલી મકાઇના દાણા, લીલા વટાણા, બાફેલા મેશ કરેલા બટાકા, લીંબુનો રસ, ચાટ મસાલો, ગરમ મસાલો.

Source: social-media

વેજીટેબેલ ફ્રેન્કી બનાવવાની રીત, સ્ટેપ 1

સૌ પ્રથમ એક કથરોટમાં ઘઉંનો અને મેદાનો લોટ લો. તેમાં મીઠું, તેલનું મોણ અને પાણી ઉમેરી રોટલીની જેમ લોટ બાંધી લો.

Source: social-media

સ્ટેપ 2

આ પછી લોટને 15-20 મિનિટ ઢાંકીને રાખો. આ પછી તેમાંથી રોટલી બનાવી લો. રોટલીની સાઇઝ થોડી મોટી રાખવી. રોટલીને સારી રીતે શેકીને તેને મુકી દો.

Source: social-media

સ્ટેપ 3

આ પછી એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેમાં ચમચી હીંગ, જીરુ, લસણ, આદુ અને મરચાની પેસ્ટ ઉમેરો. આ પછી તેમાં સમારેલી ડુંગળી ઉમેરો.

Source: social-media

સ્ટેપ 4

ડુંગળીનો કલર બ્રાઉન થાય એટલે તેમાં બાફેલી મકાઇના દાણા, લીલા વટાણા, બાફેલા મેશ કરેલા બટાકા, કોબી, ગાજર, કેપ્સીકમ, લીલા ધાણા, ચાટ મસાલો અને ગરમ મસાલો ઉમેરી સારી રીતે મિક્સ કરો.

Source: social-media

સ્ટેપ 5

ત્યારબાદ તેમા હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાઉડર અને લીંબુનો રસ ઉમેરો. આ પછી સ્ટફિંગને સારી રીતે મિક્સ કરો.આ પછી સ્ટફિંગના રોલ બનાવી લો.

Source: social-media

સ્ટેપ 6

આ પછી રોટલીની એક બાજુએ ટોમેટો કેચઅપ લગાવી દો અને તેની ઉપર સ્ટફિંગ પાથરી દો. ત્યારબાદ ગેસ પર એક તવા પર બટર નાખો અને રોટલીની સારી રીતે ગોલ્ડન થાય ત્યાં સુધી બટરમાં શેકી લો.

Source: social-media

વેજીટેબલ ફ્રેન્કી તૈયાર

આ સાથે તમારા ગરમા ગરમ વેજીટેબલ ફ્રેન્કી તૈયાર છે. સર્વિંગ પ્લેટમાં લઈને ઉપરથી ચીઝ ખમણી લો અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

Source: social-media

Source: social-media