વેજીટેબલ પુલાવ આ રીતે બનાવો, એકદમ છુટા અને ટેસ્ટી બનશે

May 09, 2025, 05:18 PM

વેજીટેબલ પુલાવ બનાવો

જો તમે રોજ-રોજ એકનું એક શાક ખાઇને કંટાળી ગયા હોય તો તમે વેજીટેબલ પુલાવ બનીને ખાઇ શકો છો.

વેજીટેબલ પુલાવ રેસીપી

એકદમ છુટા અને ટેસ્ટી વેજીટેબલ પુલાવ બનાવવાની રેસીપી અહીં જણાવી રહ્યા છીએ.

વેજીટેબલ પુલાવ બનાવવાની સામગ્રી

બાસમતી ચોખા, બટર, તેલ, ટામેટુ બારીક સમારેલું, ડુંગળી બારીક સમારેલી, સમારેલું ગાજર, મીઠો લીમડો, તજ, લવિંગ, વટાણા, રાઈ, હિંગ, હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, મીઠું, લીલા ધાણા.

વેજીટેબલ પુલાવ બનાવવાની રીત - સ્ટેપ 1

સૌ પ્રથમ ચોખાને ધોઈ લો અને 20 મિનિટ સુધી પાણીમાં પલાળો. ત્યારબાદ પલાળેલા ચોખામાંથી વધારાનું પાણી નિતારી લો.

સ્ટેપ 2

એક પ્રેશર કૂકરમાં ધીમી આંચ પર ઘી અને તેલ એક સાથે ગરમ કરો. તેમાં મીઠો લીમડો, તજ અને લવિંગ નાખો અને સાંતળો.

સ્ટેપ 3

આ પછી ડુંગળી નાખો અને તે આછી બદામી થાય ત્યાં સુધી સાંતળો. આ પછી સમારેલું ટામેટું, લીલાં વટાણા અને ગાજર નાખો. તેને થોડીવાર સાંતળો.

સ્ટેપ 4

તેમાં પલાળેલા ચોખા, ગરમ મસાલા પાઉડર, હળદર, લાલ મરચું પાઉડર અને મીઠું નાખો. થોડીવાર સાંતળો પછી તેમાં પાણી નાખો અને બરાબર મિકસ કરો.

સ્ટેપ 5

આ પછી કૂકરનું ઢાંકણું બંધ કરો અને મધ્યમ આંચ પર 2 સીટી થાય ત્યાં સુધી પકાવો. આ પછી ગેસને બંધ કરો. આ રીતે તમારા ટેસ્ટી વેજીટેબલ પુલાવ તૈયાર થઇ જશે.

વેજીટેબલ પુલાવ તૈયાર

પુલાવને એક બાઉલમાં કાઢો અને તાજાં લીલાં ધાણાથી સજાવો. પછી તેને સર્વ કરી શકો છો. તમે દહીં અથવા કઢી સાથે ખાઇ શકો છો.