Sep 02, 2025
વેજીટેબલ સૂપ એ ઘણા બધા શાકભાજીને ભેગા કરીને બનાવવામાં આવતું ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી સૂપ છે.
તમે ઘરે પણ આસાનીથી આ સૂપ બનાવી શકો છો. અહીં વેજીટેબલ સૂપની રેસીપી જણાવી રહ્યા છીએ.
મકાઇના દાણા, લીલાં બીન્સ, લસણ, ડુંગળી, ટામેટા, કોબી,ગાજર, વટાણા, બીટ રૂટ, રીંગણ, લસણ, કાળા મરીનો પાઉડર, વિનેગાર, કોર્નફ્લોર, બટર અથવા તેલ, પાણી, મીઠું.
સૌ પ્રથમ બધા શાકભાજીને ધોઈને કાપી લેવા. આ પછી એક કડાઈમાં તેલ અથવા બટર મધ્યમ આંચ પર ગરમ કરો.
તેમાં કાપેલી લીલી ડુંગળી અને લસણ નાખો અને સાંતળી લો. તેમાં ગાજર, કોબી, મકાઈનાં દાણા, ફણસી અને મીઠું નાખો અને 3-4 મિનિટ સાંતળી લો.
આ પછી પાણી નાખો બરાબર મિક્સ કરી લો અને મિશ્રણને ઉકળવા માટે મૂકો. જ્યારે તે ઉકળવા લાગે ત્યારે મીઠું નાખો. આ પછી કાળા મરીનો પાઉડર નાખો.
એક નાના બાઉલમાં 2 ચમચી કોર્નફ્લોર લો. તેમાં થોડું પાણી નાખો અને બરાબર મિશ્રણ કરી લો. આ કોર્નફ્લોર પાણીનું મિશ્રણ શાકભાજીમાં નાખો અને એક મિનિટ માટે સતત ચમચાથી હલાવો જેથી ગાંઠ રહી ના જાય.
મિશ્રણ ઘટ્ટ થઈ જાય અને કાચાં કોર્નફ્લોરનો સ્વાદ ના આવે ત્યાં સુધી પકાવો. ત્યારબાદ તેમાં વિનેગર નાખો અને મિશ્રણને બરાબર મિક્સ કરી લો.
આ રીતે તમારું વેજીટેબલ સૂપ તૈયાર થઇ જશે. ગરમા ગરમ સૂપમાં થોડું બટર ઉમેરીને સર્વ કરવું. સૂપને છીણેલા ચીઝ સાથે પણ સર્વ કરી શકાય.