Health tips: વાયરલ ઇન્ફેકશનથી બચવા આ ટિપ્સ અપનાવો, રોગ પ્રતિકારક શકિત વધારશે
Jan 17, 2023
shivani chauhan
આયુર્વેદ ડોક્ટર દીક્ષા ભાવસાર સાવલિયા અનુસાર, આ " સ્વાસ્થ્ય યોગ"નું મિક્ક્ષર તમારી રોગપ્રતિકારક શક્તિ વધારશે અને વાયરલ ઇન્ફેકશનથી બચાવશે.
આ મિક્ક્ષરમાં ઉપયોગ થતી સામગ્રી બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે.
આ મિક્ક્ષરની સામગ્રીમાં તુલસી મેઈન ઇન્ગ્રિડિયટન્ટ છે.
તુલસી તેના એન્ટી-સેપ્ટિક અને એન્ટી-વાયરલ ગુણધર્મથી આયુર્વેદને કારણે ખુબજ ઉપયોગી છે.
તુલસી સિવાય આ મિક્ક્ષરમાં સૂંઠ, જે એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મ ધરાવે છે, મરી- જે શ્વસન તંત્રને ડીટોક્સિફાય કરે છે. જે ઇમ્યુનીટી બુસ્ટ કરવા માટે ફાયદાકારક છે.
મિક્ક્ષરમાં બીજી સામગ્રી તરીકે હળદરનો ઉપયોગ થાય છે. જે એન્ટી- બાયોટિક ગુણધર્મ માટે જાણીતી છે. આમળા- જે વિટામિન સીથી ભરપૂર છે. તજ- જે ફેટ બર્ન કરવામાં મદદરૂપ છે, અજમો- જે ગરમ અને સ્પાઈસી છે.
મેથી- કડવી છે છતાં સ્વસ્થ્ય લાભ ઘણા છે. ઈલાયચી, અને અરડૂસી જે કફ, કોલ્ડ અને સાયનસ મટાડવા માટે ઉપયોગી છે.