1 કપ ઘઉંનો લોટ, 2 કપ બાફેલા અને છીણેલા કાચા કેળા (4 મધ્યમ કદના કેળા), 1.5 ચમચી લીલા મરચાની પેસ્ટ, 1 ચમચી ધાણા પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/8 ચમચી હિંગ, 1/4 ચમચી હળદર પાઉડર, 10 મીઠા લીમડા (ઝીણી સમારેલી), 1/4 ટીસ્પૂન અજમો, 1/4 ટીસ્પૂન જીરું, 2 ચમચી તેલ, 1 કપ પાણી, મીઠું સ્વાદ મુજબ
સૌ પ્રથમ એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ એમાં બાફેલા અને છીણેલા કાચા કેળા અને લાલ મરચાની પેસ્ટ ઉમેરો.
હવે એમાં થોડું ધાણા પાઉડર, લાલ મરચું પાઉડર, હિંગ, હળદર પાઉડર અને મીઠા લીમડાના ઝીણા પણ ઉમેરીને બધું મિક્ષ કરો.
હવે એમાં અજમો થોડું જીરું થોડું તેલ પાણી અને સ્વાદ અનુસાર મીઠું નાખીને પાતળું બેટર તૈયાર કરો. હવે એમાં સહેજ લીંબુનો રસ ઉમેરો.
હવે એક પેન ગરમ કરો, અને લીકવીડ પરાઠા ઉતારો, એમાં જરૂર મુજબ તેલ ઉમેરો. બન્ને સાઈડ શેકાઈ જાય એટલે લીકવીડ પરાઠા દહીં સાથે સર્વ કરો.