આપણામાં ઘણા લોકો ઓછું ચાલે છે અથવા શારીરિક રીતે એક્ટિવ રહેવાના મહત્વને સમજતા નથી.
શરીરને એક્ટિવ રાખવાથી આપણને ઘણો ફાયદો થાય છે. ACE- સર્ટિફાઇડ પર્સનલ ટ્રેનર અને ન્યુટ્રિશનિસ્ટ આંચલ ખૂબચંદાની જણાવે છે કે, વ્યક્તિએ નિયમિતપણે ચાલવું જોઈએ કારણ કે તેના ઘણા બધા ફાયદા છે.
તેઓ કહે છે કે, મારો મુખ્યે હેતુ લોકોને અત્યાર સુધીની સૌથી વધારે સામાન્ય ગણાતી કસરતના ફાયદાઓ જણાવવાનો છે.
ચાલવાથી મન શાંત રહે છે..
ચાલવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે અને આળસ દૂર થાય છે