Water Birth : વોટર બર્થ ડિલિવરી, જાણો બધું જ

Feb 07, 2024, 02:10 PM

ઘણી સગર્ભા સ્ત્રીઓ (Pregnant Women) પરંપરાગત ડિલિવરી (Traditional Delivery) ને બદલે વોટર બર્થ (Water Birth) ડિલિવરીનો ઓપ્શન પસંદ કરે છે

કારણ કે, તે ટ્રેડિશનલ ડિલિવરી કરતા પીડારહિત અને આરામદાયક ઓપ્શન છે તેથી સ્ત્રીઓ સમગ્ર વિશ્વમાં વોટર બર્થ (Water Birth) તરફ વળી છે.

બર્થ વોટર એ લેબર અને ડિલિવરીની પ્રક્રિયા છે જે સામાન્ય રીતે હોસ્પિટલ અથવા બર્થિંગ સેન્ટરમાં ગરમ પાણીના ટબમાં થાય છે.

બર્થ વોટર ડિલિવરી સંકોચન (contractions) દરમિયાન આરામ, ઉછાળો અને હાઇડ્રોસ્ટેટિક પ્રેશર પૂરું પાડવા માટે પાણી ગાદી તરીકે કામ કરે છે.

કઈ સગર્ભા સ્ત્રીઓએ વોટર બર્થની પસંદગી કરવી જોઈએ? માત્ર ઓછા જોખમવાળી ગર્ભાવસ્થા માટેજ વોટર બર્થ યોગ્ય છે. ગર્ભ 37 થી 41 અઠવાડિયાની વચ્ચે હોવો જોઈએ, જેમાં બાળકનું માથું નીચેની તરફ હોય અને પર્યાપ્ત એમ્નિઅટિક પ્રવાહી (amniotic fluid) ઉપલબ્ધ હોય

એમ્નિઅટિક પ્રવાહી (Amniotic Fluid) : એમ્નિઅટિક પ્રવાહી એ ગર્ભાવસ્થા દરમિયાન બાળકને ઘેરી લે છે. આ લીકવીડ બાળકના વિકાસ માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

વોટર બર્થના ફાયદા લેબર પેઈન ઓછું થવું એપિડ્યુરલની જરૂરિયાત નહિવત લેબર ડ્યુરેશન ઘટાડે એપિસિઓટોમી (એક સર્જિકલ પ્રક્રિયા)ની જરૂરિયાત નહિવત

આ પણ વાંચો:  Benefits Of Warm Water : સૂતા પહેલા એક ગ્લાસ ગરમ પાણીથી થાય આટલા લાભ