ઉનાળો શરૂ થયો છે અને ગરમી પડવાની પણ શરૂ થઈ ગઈ છે. ગરમીથી બચવા માટે લોકો વિવિધ પ્રકારના ઉપાયો કરવા લાગ્યા છે.
ગરમી સામે રક્ષણ મેળવવા માટે લોકો વિવિધ પીણા, ખાન પાન પર વધારે ધ્યાન આપતા થયા છે ત્યારે તરબૂચ જ્યુસ પણ એક સારું પીણું છે.
તરબૂચ એક હલકું અને પાણીદાર ફળ છે ગરમી સામે રક્ષણ અને તરસ છીપવાવવા માટે જાણિતું છે. ચાલો જાણીએ તરબૂચ કૂલર રેસીપી.
ફુદીના, તરબૂચની, 90 ml (ml) ક્રેનબેરીનો રસ, સોડા, લીંબુનો રસ, મીઠું
થોડા તાજા ફૂદીનાના પાન લો, અડધૂ તરબૂચ સમારીને એક મિક્સરની જારમાં નાંખો અને એકદમ ક્રસ કરી દો.
ત્યાર બાદ અડધુ લિંબુ કાપીને નાંખો તેમજ 25 મીલી સોડા ઉમેરો
આ મીક્સરને ચમચી વડે સારી રીતે મીક્સ કરો અને દડધો કલાક ફ્રીઝમાં ઠંડુ થવા માટે રાખી દો.
ત્યાર બાદ કાચના ગ્લાસમાં સર્વ કરીને ઉપર ફૂદીના પાનથી ગાર્નિસ કરો અને મજા માણો.