ઉનાળાની ગરમીમાં વિવિધ પ્રકારના જ્યુસ શરબત પીવાની મજા પડે છે. હાલ મોજીતો ડ્રિંક્સ વધારે પીવામાં આવે છે. અહીં વોટરમેનલ મોજીતો બનાવવાની રેસીપી આપી છે. ઘરે તરબૂચનો મોજીતો બનાવવો સરળ છે.
તરબૂચના નાના ટુકડા, બરફ, લીંબનો રસ, ખાંડ ઓગળેલું પાણી, સાદી સોડા કે સ્પાઇટ, ફુદીનાના પાન
તડબૂચની છાલ કાઢી નાના નાના ટુકડા કરી લો. ત્યાર બાદ મિક્સર જારમાં તરબૂચનો જ્યૂસ બનાવી લો.
એક કાચના ગ્લાસમાં ખાંડ ઓગળેલું પાણી અને બરફ નાંખો
તેમા લીંબુનો રસ અને ફુદીનાના પાન ઉમેરી બરાબર હલાવી લો.
ત્યાર પછી ગ્લાસમાં તરબૂચનો રસ ઉમેરો
છેલ્લે ગ્લાસમાં સાદી સોડા કે સ્પાઇટ ઉમેરી બરાબરો, તેના પર ફુદીનાના પાન મૂકો.
ઘરે બનાવેલું વોટમેલન મોજીતો એટલે કે તરબૂચનો મોજીતો શુદ્ધ સ્વાદિષ્ટ હોય છે. તે પીવાથી શરીરને ઠંડક આપવાની સાથે સાથે કોઇ નુકસાન કરતું નથી.