એક્સપર્ટ ડાયેટીશ્યન ગરિમા ગોયલ કહે છે, બેલી ફેટ ઘટાડવું ખુબજ જરૂરી છે, જો ન ઘટાડવામાં આવે તો ફેટના લીધે મેટાબોલિઝ્મ બગડવું, ડાયાબિટીસ અને કાર્ડીયો વાસ્ક્યુલર ડિસિઝ ના રિસ્ક રહે છે.
ઝડપથી બેલી ફેટ ઘટાડવા આ ટિપ્સ ફૉલો કરો.
સુગરનું સેવન ઓછું રાખવું, સુગરએ મૂળ ફ્રૂકટોઝ અને ગ્લુકોઝ છે, અને જયારે ફ્રૂકટોઝ બોડીમાં વધે તો લીવર તેને ફેટમાં કન્વર્ટ કરે છે. જે બેલી ફેટ વધારવામા મુખ્ય ભાગ ભજવે છે.
પ્રોટીન વેઇટ લોસ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે.
જેમ કે ઈંડા, ફિશ, ડ્રાયફ્રૂટ્સ, કઠોળ, શાકભાજી, ડેરી પ્રોડક્ટસ વગેરે તમારા ડાયટમાં એડ કરી શકાય છે. 25-30 % પ્રોટીન બેલી ફેટ ઓછું કરવામાં મદદરૂપ થાય છે.
ઘણા અભ્યાસો મુજબ કહી શકાય કે, લો કાર્બોહાઇડ્રેટ ડાયટ લેવાથી બેલી ફેટ ઝડપથી ઘટે છે.
બેલી ફેટ લોસ જર્નીમાં ફાઈબરયુક્ત ફૂડ્સનું સેવન ખુબજ ઉપયોગી છે. ફાઈબર તમનારું પેટ ભરેલું રાખે છે અને બેલી ફેટ ઘટાડે છે.