Weight Loss Soup : ફટાફટ વજન ઘટાડવું છે? આ સૂપ થશે મદદરૂપ, જાણો સરળ સૂપ રેસીપી

Jun 20, 2024, 03:42 PM

વેઇટ લોસ માટે ઘણી ડાયટ ટિપ્સ અવેલેબલ છે, બેલેન્સ્ડ ડાયટ લેવામાં આવે તો વેઇટ લોસ જલ્દી કરી શકાય છે, અહીં એક સૂપની સરળ રેસીપી શેર કરી છે જે તમને વેઇટ લોસ કરવામાં મદદ કરી શકે છે, જાણો સૂપ રેસીપી

સામગ્રી

1 ચમચી ઘી, 1 તજ, 1 તમાલપત્ર, 1 લવિંગ, 1 ઈલાયચી, 1 સમારેલ ડુંગળી, 3 મોટા સમારેલ ટામેટા, 1 લીલું મરચું,1 સમારેલ રેડ કેપ્સિકમ મરચું, 4-5 કળી લસણ,10-12 પલાળેલા કાજુ, સ્વાદ અનુસાર મીઠું, 1/2 મરી પાઉડર, 1 ગ્લાસ પાણી

વેઇટ લોસ સૂપ

સૌ પ્રથમ એક પેનમાં ઘી ગરમ કરો, ગરમ થાય એટલે અગાઉ જણાવ્યા મુજબ તજ,તમાલપત્ર, લવિંગ, ઈલાયચી,ડુંગળી, લસણ, લીલું મરચું, રેડ કેપ્સિકમ મરચું, સમારેલ ટામેટા ઉમેરી સારી રીતે કુક થવા દો.

વેઇટ લોસ સૂપ રેસીપી

ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઇ જાય, આ ઉપરાંત ટામેટા બફાઈ જાય એટલે તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરો, અને 1 મિનિટ માટે કુક કરો.

વેઇટ લોસ સૂપ રેસીપી

હવે ગ્રેવીને થોડી વાર ઠંડી થવા દો, ત્યારબાદ ગ્રાઈન્ડ કરી લો. સારી રીતે ગ્રાઈન્ડ થઇ જાય પછી એક બાઉલમાં સૂપને ગાળી લો.

હવે ફરી કડાઈમાં સૂપને એક મિનિટ માટે કુક કરો, તેમાં મરી પાઉડર અને મિક્ષ હર્બ્સ ઉમેરો.

ગાર્નિશિંગ

પલાળેલા કાજુની પણ પેસ્ટ કરી લો અને તૈયાર સૂપને કાજુની ક્રીમથી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો.

Snacks Recipe : વરસાદી મોસમમાં નાસ્તામાં ગરમા ગરમ બ્રેડ પકોડાની મજા માણો, જાણો રેસીપી