આજકાલ વજન વધવાની સમસ્યાથી પરેશાન દરેક વ્યક્તિ વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. કારણ- સ્થૂળતા ઘણા રોગોનું કારણ છે.
વજન ઘટાડવાના હેલ્થ એક્સપર્ટે કેટલીક ટિપ્સ શેર કરી છે, અહીં જાણો
ખરાબ લાઇફસ્ટાઇલ, ખાવાની ખોટી આદતો અને સતત વધતા વજનને કારણે હવે યુવા પેઢી માટે પણ મોટો પડકાર બની રહ્યો છે.
સ્વિમિંગ તમને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરી શકે છે, જેઓનું વજન વધારે છે તેઓ સ્વિમિંગ દ્વારા વજન ઘટાડી શકે છે.
Source: canva
એરોબિક કસરતનો ઉપયોગ શરીરની ચરબી ઘટાડવા માટે થાય છે. આ કસરતો શરીરની ચરબી બર્ન કરે છે. તમે ઘરે એરોબિક કસરત પણ કરી શકો છો.
જો તમારું વજન વધી રહ્યું છે અને કામની વ્યસ્તતાને કારણે તમે જીમમાં જઈ શકતા નથી, તો દરરોજ સવારે અથવા સાંજે ચાલવાનું રાખો.
શારીરિક પ્રવૃત્તિ સાથે આહારમાંથી કેલરી ઘટાડવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. જો તમે નિયમિત ચાલતા હોવ તો તેનાથી કેલરી બર્ન થાય છે. વજન ઘટાડવા માટે ચાલવું એ ખૂબ જ સરળ રીત છે.
વજન ઘટાડવામાં આહાર અને ઊંઘ મહત્વની ભૂમિકા ભજવે છે. તમારા આહારમાં શાકભાજીનો મહત્તમ ઉપયોગ કરો.
આહારમાં વધુમાં વધુ પાંદડાવાળા શાકભાજી, બીજ સાથેના શાકભાજી વગેરેનો સમાવેશ કરવો જોઈએ. વજન ઘટાડવા માટે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે
આ પણ વાંચો:nnWomen Health : મહિલાઓએ વધતી ગંભીર બીમારીઓથી બચવા આટલી બાબતો ધ્યાનનું