Mar 05, 2024

Health Tips : 1 વર્ષ સુધી ખાંડનું સેવન ન કરવાથી શરીર પર થતી અસર

Shivani Chauhan

તાજતેરમાં આગામી ફિલ્મ માટે, અભિનેતા કાર્તિક આર્યનએ 1 વર્ષ માટે ખાંડ ખાવાની બંધ કરી હતી. કાર્તિકે કહ્યું હતું કે આ પ્રયોગ ખૂબ જ ફાયદાકારક હતો.

જો તમે પણ આહારમાંથી ખાંડ દૂર કરવાનું વિચારી રહ્યા છો, તો આ પ્રયોગના ફાયદાઓ વિશે અહીં જાણો

અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ્સના મુખ્ય આહાર નિષ્ણાત શ્રુતિ કે ભારદ્વાજે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે ડાયટમાંથી ખાંડને ઘટાડવા અથવા મર્યાદિત કરવાથી તમારા શરીરમાં ઘણા સકારાત્મક ફેરફારો થઈ શકે છે.

Source: canva

ખાંડ ઘટાડવાથી બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ મળે છે અને કાર્ડિયોવેસ્ક્યુલર રોગનું જોખમ ઘટાડી શકાય છે. તે હૃદયના સ્વાસ્થ્યને પણ સુધારી શકે છે.

ખાંડનો મર્યાદિત દાંત સ્વસ્થ રહે છે અને પોલાણ અને પેઢાના રોગને પણ ઘટાડે છે. તેમજ ખીલ ઓછા થાય છે અને ત્વચા વધુ જુવાન દેખાય છે.

ખાંડનું સેવન ઘટવાથી માનસિક સ્પષ્ટતા અને કામની ગુણવત્તામાં સુધારો થઈ શકે છે. ભારદ્વાજે સમજાવ્યું કે ખાંડ ટાળવાથી ઊંઘની ગુણવત્તા સુધરે છે અને એકંદર આરોગ્ય પર હકારાત્મક અસર પડે છે.

પરંતુ ખાંડ ઘટાડવાનો અર્થ એ નથી કે ખાંડની જગ્યાએ ગોળ અથવા કૃત્રિમ ગળપણ ખાવું. ખાંડ અને ગોળ બંનેમાં સમાન માત્રામાં કેલરી હોય છે. તો ખાંડ, ગોળ, સ્વીટ એનર્જી ડ્રિંક્સ, કોલ્ડ ડ્રિંક્સ પણ ટાળવા જોઈએ

આદત બદલવી થોડી અઘરી લાગી શકે છે પરંતુ સમય જતાં, એનર્જી લેવલ સ્થિર થાય છે અને મૂડ સ્વિંગ ઓછો થાય છે. જો કે, નિર્ણય લેતા પહેલા, તમે તમારા સ્વાસ્થ્યની સ્થિતિથી વાકેફ હોય તેવા ડોક્ટરની સલાહ લઈ શકો છો

ભારદ્વાજ અનુસાર, એક ચમચી ખાંડમાં 20 કેલરી હોય છે, અને  કેલરી વજન ઘટાડવા માટે પણ વરદાન બની શકે છે. ઉપરાંત, ખાંડ ઘટાડવાથી ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારવામાં મદદ મળે છે અને ટાઇપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ ઓછું થાય છે

આ પણ વાંચો:nHeart Attack : હાર્ટ એટેકથી બચવા આ લક્ષણો જાણો

Source: canva