ન્યુટ્રિશનિસ્ટ ડૉ. સારિકા શાહે જણાવ્યું હતું કે, "અમેરિકન વસ્તી કરતાં દક્ષિણ એશિયાના લોકોને હૃદય રોગ થવાનું જોખમ વધારે છે અને તે જોખમ ઘટાડવા માટે શ્રેષ્ઠ HDL, LDL, TG અને સમગ્ર કોલેસ્ટ્રોલનું લેવલ મહત્વપૂર્ણ છે."
કોલેસ્ટ્રોલ શું છે?
તે ચરબી જેવો પદાર્થ છે જે શરીરના તમામ કોષોમાં જોવા મળે છે.
એચડીએલને ઘણીવાર 'સારા' કોલેસ્ટ્રોલ તરીકે ઓળખવામાં આવે છે. HDL શરીરના અન્ય ભાગોમાંથી કોલેસ્ટ્રોલને યકૃતમાં લઈ જાય છે જે લોહીમાંથી કોલેસ્ટ્રોલ દૂર કરે છે.
એલડીએલને 'ખરાબ' કોલેસ્ટ્રોલ તરીકે ઓળખવામાં આવે છે. એલડીએલ શરીરમાં કોલેસ્ટ્રોલ જમા થવાનું કારણ બને છે.
TG શરીરમાં ચરબીનો સૌથી સામાન્ય પ્રકાર છે. તે તમારા આહારમાંથી વધારાની ઊર્જા સંગ્રહિત કરે છે
હાઇ એલડીએલ અથવા લો એચડીએલ સાથેનું ઉચ્ચ ટીજી ધમનીની દિવાલોમાં ચોંટી જાય છે, જે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધારે છે.