માત્ર 15 મિનિટમાં ઘઉંના લોટમાંથી બનાવો ટેસ્ટી ઢોસા

Jun 15, 2025, 07:03 PM

ઢોસા વિશે સાંભળીને આપણને દક્ષિણ ભારતની યાદ આવી જાય છે. સામાન્ય રીતે ચોખા અને અડદની દાળને પલાળીને પછી પીસીને ઢોસા બનાવવા પડે છે.

ઘઉંના ઢોસા બનાવવા માટે પલાળીને કે પીસવાની જરૂર નથી. તમે આ ઢોસા નાસ્તામાં બાળકોના ટિફિનમાં પણ બનાવી શકો છો. અહીં જાણો ઘઉંના ઢોસા બનાવાની રીત

ઘઉંના લોટના ઢોસા રેસીપી સામગ્રી

1 કપ ઘઉંનો લોટ, 1/2 ચોખાનો લોટ, 2 ચમચી દહીં, પાણી જરૂર મુજબ

ઘઉંના લોટના ઢોસા રેસીપી સામગ્રી

1 બારીક સમારેલા લીલા મરચાં, થોડું આદુ, 1 બારીક સમારેલી ડુંગળી, થોડી કોથમીર, મીઠું સ્વાદ મુજબ, 1/2 ચમચી જીરું, તેલ જરૂર મુજબ

ઘઉંના લોટના ઢોસા રેસીપી

સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ, ચોખાનો લોટ, દહીં, મીઠું, જીરું, આદુ, લીલા મરચાં, ડુંગળી અને લીલા ધાણાને સારી રીતે મિક્સ કરો.

ઘઉંના લોટના ઢોસા રેસીપી

થોડું થોડું પાણી ઉમેરીને પાતળું બેટર બનાવો, આ બેટરને 15 મિનિટ માટે ઢાંકીને રહેવા દો, ત્યારબાદ હવે એક નોન-સ્ટીક પેન ગરમ કરો, પછી તેમાં થોડું તેલ ઉમેરો અને તેને સાફ કરો.

હવે બેટરનો એક લાડુ લો અને તેને તવા પર ગોળ આકારમાં ફેલાવો, ઢોસાને થોડો જાડો રાખો, હવે તેના પર થોડું તેલ રેડો.

ઘઉંના લોટના ઢોસા રેસીપી

હવે મધ્યમ તાપ પર બંને બાજુથી સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી કુક કરો, હવે ગરમા ગરમ ઘઉંના ઢોસાને નારિયેળની ચટણી કે સાંભાર સાથે પીરસો.

કારેલા નું શાક આ ટિપ્સ થી બનાવો, જરાય કડવું નહિ થાય!