ઘઉં ના લોટ ની એક અલગ જ મસાલા સાથે લીલવાની કચોરી

Dec 26, 2024, 04:23 PM

મસાલા માટે સામગ્રી

2 ચમચી આખા ધાણા, 2 ચમચી વરિયાળી, 2 ચમચી તલ, 2 તજ, 2 સૂકા લાલ મરચા, 2-3 મરી

વઘાર માટે

1 ચમચી જીરું, 1 ચમચી તેલ, 1 ચમચી ધાણા જીરું પાઉડર, 1 વાટકી તૈયાર દળેલો મસાલો, 1 ચમચી ગરમ મસાલો, 1/ 2 ચમચી હળદર પાઉડર, સ્વાદ મુજબ મીઠું, તુવેરની પેસ્ટ, 1 ચમચી લીંબુનો રસ, 1/2 ચમચી ખાંડ, 1 બાઉલ કોથમીર

કણક માટે

2 કપ ઘઉંનો લોટ, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી અજમો, 1 ચમચી તેલ

ઘઉંના લોટની લીલવાની કચોરી રેસીપી

સૌ પ્રથમ તુવેરના દાણાને મિક્ષરમાં કાઢીને રાખો.

ઘઉંના લોટની લીલવાની કચોરી રેસીપી

સૂકો મસાલો તૈયાર કરો જેમાં આખા ધાણા, વરિયાળી, તલ, તજ, સૂકા લાલ મરચા અને મરીને શેકીને તેને મિક્ષરમાં કાઢી લો.

ઘઉંના લોટની લીલવાની કચોરી રેસીપી

હવે લીલવાનો મસાલો તૈયાર કરવા માટે થોડું તેલ, જીરું, ધાણા જીરું પાઉડર, તૈયાર દળેલો મસાલો, ગરમ મસાલો, હળદર પાઉડર, સ્વાદ મુજબ મીઠું,તુવેરની પેસ્ટ, લીંબુનો રસ, ખાંડ અને કોથમીર નાખો.

ઘઉંના લોટની લીલવાની કચોરી રેસીપી

હવે ઘઉંનો લોટ બાંધીને કણક તૈયાર કરો, થોડી વાર રેસ્ટ આપીને નાની રોટલી વણો, ત્યાર બાદ લીલવાનો મસાલો ભરો આમ બધી કચોરી તૈયાર કરી લો.

ઘઉંના લોટની લીલવાની કચોરી રેસીપી

એક કડાઈમાં તેલ ગરમ કરો, એમાં બધી કચોરી તળી લો, ત્યારબાદ તીખી અને મીઠી ચટણી સાથે સર્વ કરો.

હેલ્ધી હોટ ચોકલેટ રેસીપી, ન્યુ યર પાર્ટી માટે પરફેક્ટ ડ્રીંક