White Sauce Pasta Recipe : સાંજના નાસ્તામાં બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ પરફેક્ટ વ્હાઇટ સોસ પાસ્તા, જાણો ખાસ રેસીપી

Jul 25, 2024, 03:17 PM

સાંજના નાસ્તામાં ભૂખ વધારે લાગે તો ગરમ નાસ્તામાં રેસ્ટોરન્ટ સ્ટાઇલ પરફેક્ટ વ્હાઇટ સોસ પાસ્તા ઘરે બનાવો, ઝલ્દી બની જશે અને સ્વાદમાં પણ ટેસ્ટી બનશે. નોંધી લો રેસીપી

પાસ્તા બાફવા સામગ્રી

1 કપ પાસ્તા, મીઠું (ઉકળતા પાણી અને સ્વાદ માટે), ઓલિવ તેલ

વઘાર માટે સામગ્રી

તેલ, 100 ગ્રામ સમારેલ બ્રોકોલી, 2 સમારેલ કેપ્સીકમ, 2 સમારેલ ડુંગળી, 100 ગ્રામ મકાઈ, 2 કળી લસણની પેસ્ટ, 1/4 ચમચી કાળા મરી પાઉડર, 1/2 ટીસ્પૂન ઓરેગાનો, 1/2 ટીસ્પૂન રેડ ચીલી ફ્લેક્સ

વ્હાઇટ સોસ માટે

2 ચમચી માખણ, 2 ચમચી ઘઉંનો લોટ, 2 કપ દૂધ, કાળા મરી પાવડર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મીઠું, ચીઝ (સ્વાદ અનુસાર), 3-4 ઓલિવ

વ્હાઇટ સોસ પાસ્તા રેસીપી

સૌ પ્રથમ પાસ્તાને એક મોટા પાત્રમાં પાણીમાં મીઠું અને ઓલિવ ઓઇલ નાખીને ઉકાળો. 10 મિનિટ માટે પાસ્તાને બાફી લો.

વ્હાઇટ સોસ પાસ્તા રેસીપી

બીજા પેનમાં બટર ગરમ કરો તેમાં બ્રોકોલી, સમારેલ કેપ્સીકમ, સમારેલ ડુંગળી, મકાઈ, લસણની પેસ્ટ, કાળા મરી પાઉડર, ઓરેગાનો અને રેડ ચીલી ફ્લેક્સ નાખી સારી રીતે મિક્ષ કરો. અને 2-3 મિનિટ માટે કુક કરો.

વ્હાઇટ સોસ પાસ્તા રેસીપી

હવે એક બીજા પેનમાં બટર ગરમ કરો, તેમાં દૂધ, ઘઉંનો લોટ નાખો, ત્યારબાદ કાળા મરી પાવડર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મીઠું નાખો.

હવે તેમાં બનાવેલ શાકભાજી અને બાફેલા પાસ્તા મિક્ષ કરો, સારી રીતે મિક્ષ કર્યા બાદ તેને સર્વિંગ ડીશમાં કાઢો, તેમાં ચીઝ અને ઓલિવથી ગાર્નિશ કરી સર્વ કરો.

Papad Bites Recipe : પાપડમાંથી બનાવો યુનિક પાપડ બાઇટ્સ, બાળકોની પ્રિય થઇ જશે, જાણો ખાસ રેસીપી