શું તમને ઠંડુ અથવા કંઈક સ્વીટ ખાવાથી સેન્સેશન થાય છે? પેઢામાંથી રક્તસ્ત્રાવ થાય છે? શું મોઢાની દુર્ગંધની સમસ્યા વધી રહી છે?
એક્સપર્ટ કહે છે કે ઘણીવાર તમે જે રીતે બ્રશ કરો છો તે ડેન્ટલ અને અન્ય ઓરલ ઈશ્યુનું કારણ બની શકે છે તેથી એક્સપર્ટ બેબી ટુથ બર્થ યુઝ કરવાની સલાહ આપે છે. જાણો કેમ
જો દાંતમાંથી ખોરાકના કણોને દૂર કરવા માટે બ્રશની પીંછી મોંના ખૂણા સુધી પહોંચે તેટલા નાના હોય તો તે મદદ કરે છે.
પોલાણને રોકવા માટે બાળકોના બ્રશનો ઉપયોગ કરવાથી પુખ્ત વયના લોકોને લાભ થઇ શકે છે.
ટૂથબ્રશના બ્રિસ્ટલ સીધા હોવા જોઈએ કારણ કે વાંકાચૂંકા અથવા વળેલા બ્રિસ્ટલ દાંતમાંથી ખોરાકના કણોને દૂર કરી શકતા નથી.
બેબી ટૂથબ્રશ નાનું હોય છે, જે બ્રશને ડહાપણના દાંત અને દાઢની પાછળના દાંત જેવી જગ્યાએ પહોંચવામાં મદદ કરે છે.
આ ઉપરાંત, બેબી ટૂથબ્રશના બ્રિસ્ટલ નરમ હોય છે, જે પેઢાના ઇજા થવાનું જોખમ ઘટાડે છે.