Nov 26, 2025
શિયાળાની શરુઆત થઈ ગઈ છે. ત્યારે મોટાભાગના ઘરોમાં વસાણા બનવા લાગ્યા છે. ત્યારે આદુ પાક પણ શિયાળાનું શ્રેષ્ઠ વસાણું છે.
આદુ પાક બનાવવો સરળ છે. અહીં માપ સાથે સરળ રીત આપેલી છે. જેનાથી બજાર જેવો જ આદુ પાક બનશે.
200 ગ્રામ આદુ, ઘઉંનો કરકરો લોટ, 1 કપ ઘી, 1 કપ ગોળ,ડ્રાયફ્રૂટ, 2 ચમચી ખાવાનો ગુંદર,1 ચમચી ખસખસ, 3 ચમચી સુકાયેલું નારિયેળ, 1 ચમચી ગંઠોળા પાઉડર, 2 ચમચી મગતરીના બીજ
સૌથી પહેલા આદુ લઈને સારી રીતે ધોઈને નાના કાણાવાળી ખમણીથી ગ્રેડ કરી લો. એકદમ પેસ્ટ જેવું થઈ જાય એવી રીતે ખમણો.
હવે એક પેનમાં બે ચમચી ઘી લઈને તેમાં આદુની પેસ્ટ નાંખીને ધીમા તાપે શેકીશું, આદુનો રંગ બદલાય અને ઘી છૂટુ પડે ત્યા સુધી શેકવાનું છે.
હવે એક પેનમાં બે ચમચી ઘી લઈને ખાવાનો ગુંદર તળીને બાજુ પર કાઢી લઈશું અને આ ઘીમાં એક કપ ઘઉંનો કરકરો લોટ લઈને શેકીશું.લોટ બદામી રંગનો થાય ત્યાં સુધી શેકશું.
લોટ શેકતી વખતે જરૂર પડે તો ઘી ઉમેરવું અને બદામી રંગનો થાય ત્યારે તેમાં શેકેલી આદુની પેસ્ટ ઉમેરવી. ત્યાર બાદ તેમાં બે ચમચી સુકા નાળિયેરનો પાઉડર ઉમેરીશું.
ત્યારબાદ તેમાં મગતરીના બીજ, ગંઠોળા પાઉડર, ડ્રાયફ્રૂટ્સ અને તળેલો ગુંદર ઉમેરીને બરોબર મીક્સ કરીશું.
બધું બરોબર મીક્સ થઈ જાય ત્યારે ઝીણો સમારેલો ગોળ ઉમેરીને ગેસ બંધ કરી બરોબર મીક્સ કરીશું. થાળીમાં કાઢીને સેટ કરી ઉપરથી ખસખસના બીજ અને ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિસ કરીશું.