Nov 08, 2025
શિયાળામાં ઘણા પ્રોગ્રામો કરવામાં આવે છે. જેમાં તમે કઇ નવીનમાં આખી ડુંગળીનું શાક બનાવી શકો છો. તે એકદમ સ્વાદિષ્ટ લાગે છે.
આખી ડુંગળીનું શાક તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. તેની રેસીપી અહીં જણાવી રહ્યા છીએ.
ડુંગળી, લસણ, લીલા મરચા, ચણાનો લોટ, આદુ, ટામેટા, દહીં, લાલ મરચું, હળદર, ધાણાજીરૂ, ગરમ મસાલો, મીઠું, કસૂરી મેથી, લીલા ધાણા, સીંગદાણા, સફેદ તલ, કાજુ, દ્રાક્ષ, તેલ, હિંગ, જીરુ, ગાંઠિયા, સેવ, આમચૂર પાઉડર.
આખી ડુંગળીનું શાક બનાવવા માટે સૌ પ્રથમ ડુંગળીની છાલ ઉતારી નાખો. ડુંગળીને ઉપર નીચેથી થોડી કાપી લો. ડુંગળી જો વધારે કપાઈ જશે તો ડુંગળી તળતી વખતે છૂટી પડી જશે.
એક બાઉલ લો અને તેના પર ચણાનો લોટ, લાલ મરચું, હિંગ, આમચૂર પાવડર અને મીઠું નાખીને આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લો. આ મસાલામાં ચમચી તેલ નાખો અને હાથથી બરાબર મિક્સ કરી લો.
પ્લેટમાં રાખેલી ડુંગળીને એક વાર ચોખ્ખા પાણીથી ધોઇને કોટનના કપડાથી લૂછી લો. હવે આ ડુંગળીમાં સ્ટફિંગ મસાલો ભરીને 2 મિનિટ માટે રહેવા દો. થોડો મસાલો રહેવા દો જે તમારે ઉપરથી નાખવાનો રહેશે.
એક કડાઇ લો અને એને તેલ ગરમ કરવા માટે મુકો. પછી આ તેલમાં જીરું, રાઇ, હિંગ નાખો. આ પછી આખી ડુંગળી નાખો 10 મિનિટ માટે ચડવા દો.
ગ્રેવીમાં બધા મસાલા એડ કરી મિક્સ કરી દો જેમ કે લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, મીઠું, કસૂરી મેથી. બધુ બરાબર મિક્સ કરી તેલ છૂટે ત્યાં સુધી સાંતળો.
સીંગદાણા તલનો ભૂકો એડ કરો પછી તેમાં 2 ચમચા દહીં એડ કરો બધુ બરાબર મિક્સ કરી દો. લીલા ધાણા અને તળેલા કાજુ એડ કરી ગરમાગરમ આખી ડુંગળી નુ શાક ભાખરી કે રોટલા સાથે સર્વ કરો.