Oct 06, 2025
125 ગ્રામ મેથી, 3 કપ ઘઉંનો લોટ, 1/2 ચણાનો લોટ, 1 ટીસ્પૂન મીઠું, 1/2 ટીસ્પૂન હળદર પાવડર, 1/2 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર, 1/2 ટીસ્પૂન અજમો, જરૂર મુજબ પાણી
2 - 3 ચમચી દેશી ઘી , 4 - 5 બાફેલા બટાકા, 1 ચમચી ધાણાજીરું, 1 સમારેલ ડુંગળી
1 ઇંચ આદુ, 3 - 4 લીલા મરચાં, 1 ચમચી લાલ મરચું પાવડર 1/2 ચમચી શેકેલા જીરા પાવડર, 1 ચમચી અમચુર પાવડર સ્વાદ મુજબ મીઠું, 1/2 ચમચી અજમો
સૌ પ્રથમ એક મોટા વાસણમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ, મીઠું, હળદર પાવડર, લાલ મરચાનો પાવડર, અજમો, જરૂર મુજબ પાણી ઉમેરો.
ત્યારબાદ એમાં સમારેલ ઝીણી મેથી ઉમેરો અને લોટ બાંધો, એમાં તેલનો મોણ આપીને થોડી વાર માટે મૂકી રાખો.
હવે એક મોટા બાઉલમાં બાફેલા બટાકા મેશ કરો, એમાં કોથમીર, લીલા મરચાં, લાલ મરચું પાવડર, અમચુર પાવડર, સ્વાદ મુજબ મીઠું, સમારેલ ડુંગળી, આદુ, શેકેલા જીરા પાવડર અને અજમો નાખીને સ્ટફીંગ તૈયાર કરો.
લોટમાંથી રોટલી વણીને એમાં બટાકાનું સ્ટફિંગ રોટલીમાં ભરો, અને ફરી વણી લો. હવે એક તવી ગરમ કરો અને એમાં સહેજ ઘી નાખીને પરાઠાના બન્ને સાઈડ શેકી લો, થઇ જાય એટલે સર્વ કરો.