શિયાળામાં ગરમાગરમ આલુ પરાઠા બનાવો, આ રહી રેસીપી

Dec 16, 2025, 10:25 PM

આલુ પરાઠા

શિયાળામાં ગરમાગરમ આલુ પરાઠા ખાવાની મજા આવે છે. જે બાળકોને પણ પસંદ પડે છે.

આલુ પરાઠા રેસીપી

તમે ઘરે બહાર જેવા ટેસ્ટી આલુ પરાઠા બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.

આલુ પરાઠા સામગ્રી

બટાટા, ડુંગળી, તેલ, બટર, લીલા મરચા, આદુ, લસણ, ઘઉંનો લોટ, મીઠું, જીરું, કાળા મરીનો પાઉડર, લીલી કોથમીર, અજમો, લાલ મરચું પાઉડર, ધાણા પાઉડર, પાણી.

આલુ પરાઠા બનાવવાની રીત

બટાકાનો મસાલો બનાવવા માટે સૌ પ્રથમ બટાકાને બાફીને ભુક્કો કરી નાખો. આ પછી લીલા મરચાં, ડુંગળી, લસણ, આદુ અને કોથમીર સમારીને તેમાં મિક્સ કરો.

બટાકાનો મસાલો બનાવો

ત્યારબાદ જીરું અને કાળા મરીને શેકીને પાવડર બનાવી તેમાં મિક્સ કરી લો. આ પછી તેમાં મીઠું નાખીને અજમો ઉમેરો. આ રીતે બટાકાનો મસાલો તૈયાર થઇ જશે.

લોટ બાંધો

ઘઉંના લોટમાં તેલ, મીઠું ને જરૂર મુજબ પાણી ઉમેરીને લોટ બાંધો. તેને ઢાંકીને 20 મિનિટ સુધી રહેવા દો.

તવા પર પકાવો

આ પછી તમે રોટલી કરો તેમ કરી તેનો શેપ પાડો. તેમાં બટાકા ભરી દો અને પછી તેને રોલ કરો. આ પછી તેને તવા પર મુકીને સારી રીતે પકાવો.

આલુ પરાઠા તૈયાર

આ રીતે તમારા ગરમાગરમ આલુ પરાઠા તૈયાર થઇ જશે. તમે દહીં, ચટણી કે સોસ સાથે પણ ખાઈ શકો છો.