Dec 05, 2025
શિયાળાની ઠંડી ધીમે ધીમે જામી રહી છે. આ ઠંડીની સિઝનમાં ઘણા પૌષ્ટીક ખોરાક ખાઇને પણ શરીર હેલ્ધી રાખી શકો છો.
શિયાળામાં બદામના લાડુ ખાવા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક માનવામાં આવે છે. અહીં બદામના લાડુ બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ.
બદામ, કાજુ, દ્રાક્ષ, ઘી, સાકર કે ગોળ, છીણેલું કોપરું.
બદામના લાડવા બનાવવવા માટે સૌ પ્રથમ બદામને થોડી શેકી લો અને પછી થોડી ઠંડી થયા પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો. કાજુ, દ્રાક્ષને પણ ક્રશ કરી લો
સાકર કે ગોળ તમે જે પણ તેમાં નાખવા માંગો તે નાખી શકો છો. તેને પહેલા ખાડી નાખો અને પછી મિક્સરમાં ક્રશ કરી લો.
ક્રશ કરેલ બદામ, કાજુ, દ્રાક્ષ, સાકરને એક મોટા બાઉલમાં લઇને બધું સારી રીતે મિક્સ કરી લો.
આ પછી ઘી ને કડાઇમાં ગરમ કરો અને ગરમ થયેલા ઘી ને બાઉલમાં રહેલા બદામના ક્રશમાં એડ કરી લો. આ પછી બધાને સારી રીતે મિક્સ કરી લો.
તમને લાગે કે હવે લાડુ થાય તે રીતે મિક્સ થઇ ગયું છે તે સમયે તેના લાડુ બનાવી લો.
તેની ઉપર તમે છીણેલું કોપરું નાખી શકો છો. તમે એરટાઇટ ડબ્બામાં પેક કરીને આખો શિયાળો ખાઇ શકો છો.