Nov 28, 2025

શિયાળામાં ઘરમાં બચેલા બાજરીના રોટલામાંથી બનાવો ખાસ ચુરમા લાડુ, સાવ દેશી રેસીપી

Ankit Patel

શિયાળાની ઋતુમાં લોકો શરીરને ગરમ રાખવા માટે અલગ અલગ ખોરાક ખાતા હોય છે. જેમાં બાજરીમાંથી બનતી વાનગીઓ પણ ઉત્તમ છે.

Source: social-media

શિયાળામાં તમે ખાસ બાજરીના ચુરમા લાડુ પણ બનાવી શકો છો. તેમાં ફાઇબર, આયર્ન અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે ઉર્જા પ્રદાન કરે છે.

Source: social-media

તમે બાજરી સાથે શુદ્ધ ઘી, ડ્રાય ફ્રૂટ અને ગોળ મિક્સ કરીને આ લાડુ તૈયાર કરી શકો છો. ચાલો સ્વાદિષ્ટ રેસીપી શીખીએ.

Source: social-media

સામગ્રી

બાજરીનો રોટલો, 1/4 કપ ઘી, 1/2 કપ ગોળ (અથવા સ્વાદ મુજબ), 1 ચમચી સૂકા આદુનો પાઉડર, જરૂર મુજબ પાણી જરૂર મુજબ કાપેલા ડ્રાય ફ્રૂટ

Source: social-media

બાજરીના રાટલાને ક્રશ કરો

બાજરીના રોટલાના ટુકડા કરીને તેને મીક્સર જારમાં નાંખો, તેમાં એક ચમચી ઘી ઉમેરો અને રોટલાને બારીક પીસી લો.

Source: social-media

ડ્રાય ફ્રૂટ ઉમેરો

રોટલાના લોટને એક પ્લેટમાં કાઢી લોતે તેમાં તમને ગમતા ડ્રાયફ્રૂટને ઝીણા સમારીને ઉમેરો ત્યાર બાદ તેમાં થોડું ગરમ ઘી ઉમેરો.

Source: social-media

ગોળની છીણ ઉમેરો

આ મીશ્રણમાં સ્વાદ પ્રમાણે ગોળની છીણીને ઉમેરો અને હાથ વડે સારી રીતે મીક્સ કરી લો.

Source: social-media

લોડુ બનાવો

મીશ્રણ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારે નાના કે મોટા તમને પસંદ પડે એવા લાડુ બનાવો. આમ તૈયાર થશે બાજરીના રોટલાના ચુરમા લાડુ.

Source: social-media

Source: social-media