Nov 20, 2025

શિયાળામાં બનાવો બાજરીના વડા, એકદમ સ્વાદીષ્ટ બનશે

Ashish Goyal

બાજરીના વડા

બાજરીના વડા એક સ્વાદીષ્ટ નાસ્તો છે. શિયાળામાં તેને ખાવાની મજા આવે છે.

Source: social-media

બાજરીના વડા રેસીપી

બાજરીના વડા તમે ઘરે પણ સરળ રીતે બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.

Source: social-media

બાજરીના વડા સામગ્રી

બાજરી નો લોટ, ઘઉં નો લોટ, લાલ મરચું પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, આદુ ની પેસ્ટ, લીલા મરચાં ની પેસ્ટ, લસણની પેસ્ટ, દહીં, અજમો, તલ, મીઠું, ખાવાનો સોડા , ખાંડ, હીંગ, સમારેલી મેથી ની ભાજી, સમારેલી કોથમીર, તેલ, પાણી.

Source: social-media

બાજરીના વડા બનાવવાની રીત, સ્ટેપ 1

સૌપ્રથમ એક બાઉલમાં બાજરી અને ઘઉંનો લોટ લઈ મિક્સ કરી તેમાં લાલ મરચું પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, અજમો, ખાંડ અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરવું

Source: social-media

સ્ટેપ 2

આ પછી તેમાં લસણની પેસ્ટ, આદુની પેસ્ટ, સમારેલી મેથીની ભાજી અને સમારેલી કોથમીર ઉમેરી તેલનું મોણ નાખી મિક્સ કરવું.

Source: social-media

સ્ટેપ 3

હવે તેમાં દહીં અને તલ નાખી મિક્સ કરી લેવા. આ પછી ચપટી ખાવાનો સોડા અને થોડું થોડું પાણી ઉમેરતા જઈ લોટ તૈયાર કરવો.

Source: social-media

સ્ટેપ 4

લોટને ઢાંકીને દસ મિનિટ રાખી દેવો. હવે લોટ માંથી લુઆ કરી લેવા અને તેને નાના સાઇઝની પુરીની જેમ બનાવી લેવા.

Source: social-media

સ્ટેપ 5

હવે ગેસની ફલેમ મીડીયમ રાખી કડાઇમાં તેલ ગરમ કરવા મુકવું. તેલ ગરમ થાય એટલે તેમાં વડાને સોનેરી અને ક્રન્ચી થાય ત્યા સુધી તળી લેવા.

Source: social-media

બાજરીના વડા તૈયાર

આ રીતે તમારા ટેસ્ટી બાજરીના વડા તૈયાર થઇ જશે. તમે તેને ચા, દહીં અને તળેલા લીલા મરચા સાથે ખાઇ શકો છો.

Source: social-media

Source: social-media