Nov 19, 2025
બીટ પોષક તત્વોથી ભરપૂર કંદમૂળ છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. શિયાળામાં બીટ જ્યૂસનું સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે અને ઘણા ફાયદા થાય છે.
જોકે નાના છોકરાને બીટ ઓછા ભાવે છે. આ સંજોગોમાં તમે બીટના લાડુ બનાવીને બાળકોને ખવડાવી શકો છે.
જે ટેસ્ટી હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકરક છે. અમે અહીં બીટના લાડુ બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ.
બીટ, ખાંડ, દૂધ, ઈલાયચી પાઉડર, ઘી, કાજુ, બદામ, કોપરાનું છીણ.
બીટના લાડુ બનાવવા માટે સૌપ્રથમ બીટ ને ધોઈ અને છોલી લો. આ પછી તેને બાફીને મિક્સરમાં ક્રશ કરો.
એક કડાઈમાં ઘી મૂકી તેમાં ક્રશ કરેલા બીટ ઉમેરો. ધીમા ગેસે બે મિનિટ તેને સારી રીતે મિક્સ કરી લો.
પછી તેમાં દૂધ ઉમેરો અને ધીમા તાપે હલાવો. દૂધ બળી જાય પછી તેમાં ખાંડ નાખો અને મિક્સ કરતા રહો.
ખાંડનું પાણી બળી જાય પછી તેમાં ઈલાયચી પાઉડર, કાજુ, બદામ ઉમેરી બે મિનિટ માટે પકવા દો.
મિશ્રણ ઠંડુ થાય પછી તેને એક વાસણમાં કાઢી લો અને તેમાંથી લાડુ બનાવી લો. આ રીતે બીટ ના લાડુ તૈયાર થઇ જશે.
આ લાડુ ઉપર કોપરાનું છીણ નાખી દો. તેને એરટાઇટ ડબ્બામાં ભરી લો અને રોજ સવારમાં ખાઇ શકો છો.