વિટામિનથી ભરપુર બીટ શક્કરિયા સૂપ, જાણો રેસીપી

Dec 10, 2025, 04:04 PM

બીટ શક્કરિયા સૂપ રેસીપી સામગ્રી:

1 બીટરૂટ, 1 ડુંગળી, 1-2 શક્કરિયા, 1 ચમચી તેલ, થોડું કોકોનટ મિલ્ક, મીઠું સ્વાદ મુજબ, 1 ચમચી કાળા મરી પાઉડર, 1 ચમચી મેગી મસાલો, 1 ચમચી જીરું પાવડર

બીટ શક્કરિયા સૂપ રેસીપી

સૌ પ્રથમ એક પેનમાં તેલ ઉમેરો અને ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો.

બીટ શક્કરિયા સૂપ રેસીપી

બીટરૂટ અને શક્કરિયાને સ્મરીને કડાઈમાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. ઊંચી આંચ પર સાંતળો.

બીટ શક્કરિયા સૂપ રેસીપી

હવે મસાલા ઉમેરો અને તેને હલાવો. પાણી ઉમેરો અને શાકભાજીને પાકવા દો. તે કુક થઇ જાય પછી કોકોનટ મિલ્ક ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો.

બીટ શક્કરિયા સૂપ રેસીપી

15 મિનિટ માટે ઉકાળો અને તેને ઠંડુ થવા દો. બારીક પેસ્ટમાં પીસી લો અને તમારો સૂપ તૈયાર થઈ જશે. ગરમ ગરમ સર્વ કરો.

બીટ શક્કરિયા સૂપ રેસીપી ટિપ્સ

આ સૂપ વધુ સ્વીટ હશે તેથી તમે થોડી વધુ સ્પાઈસી કરવા માટે લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો. આ સૂપ વધુ સ્વીટ હશે.

બીટ શક્કરિયા સૂપ રેસીપી ટિપ્સ

જો તમારી પાસે કોકોનટ મિલ્ક ન હોય તો તમે ઉપલબ્ધ રેગ્યુલર દૂધનો ઉપયોગ કરી શકો છો.

ગુંદર ડ્રાયફ્રુટ સુખડી રેસીપી, કમરના દુખાવામાં આપશે રાહત!