ચા મસાલા રેસીપી, સુગંધ અને સ્વાદ બંનેમાં મજેદાર જાદુઈ મસાલો !

Nov 21, 2025, 09:20 AM

રોજ સવારે ચામાં આ મસ્ત મસાલો નાખીએ એટલે આખો દિવસ એકદમ ફ્રેશ અને હેલ્ધી લાગે. આ મસાલાની સુગંધ જ આખા દિવસને સુધારી દે છે.

બહારના મસાલાને પણ ટક્કર મારે એવો ટેસ્ટી ચાનો મસાલો તમે ઘરે બનાવી શકો છો, અહીં જાણો ચા મસાલા રેસીપી

ચા મસાલા રેસીપી સામગ્રી

20 ગ્રામ એલચી, અડધું જાયફળ, 5 ગ્રામ મરી, 10-15 લવિંગ, 20 ગ્રામ તજ, 60 ગ્રામ સૂંઠ

ચા મસાલા રેસીપી

સૌ પ્રથમ એલચી, ચક્ર ફૂલ, જાયફળ, મરી, લવિંગ અને તજને ધીમા તાપે થોડી વાર શેકો. પછી તેને ઠંડું થવા દો.

ચા મસાલા રેસીપી

હવે પછી બધી સામગ્રીનો મિક્સરમાં ઝીણો પાઉડર બનાવી લો. પાઉડરને એક વાસણમાં કાઢી લો.

ચા મસાલા રેસીપી

હવે તેમાં સૂંઠ પાઉડર મિક્સ કરો. ત્યારબાદ બધું બરાબર મિક્સ કરી હવાચુસ્ત ડબ્બામાં ભરી લો અને ચાનો મસાલો ચામાં નાખી ગરમ ગરમ ચા સર્વ કરો.

આમળા ચ્યવનપ્રાશ રેસીપી, રોગપ્રતિકારક શક્તિ વધશે!