શિયાળામાં તીખું અને ચટપટું ખાવાનું મન થાય તો તમે દહીં તીખારી પણ બનાવી ખાઈ શકો છો.
દહીં તીખારી ભોજનની થાળીની શોભા તો વધારે જ છે સાથે સાથે સ્વાદ પણ બમણો કરી દે છે.
ત્યારે અહીં કાઠિયાવાડી સ્ટાઈલમાં દહીં તીખારી બનાવવાની રીત જાણીશું. તો ફટાફટ રેસીપી નોંધીલો.
આખું દહીં, સુકું લસણ, ડુંગળી, લાલ મરચું પાઉડર, સુકુ આખું મરચું, મીઠા લીમડાના પાન, હળદર, મીઠું, હીંગ, જીરું, દેશી ઘી, ધાણા જીરું પાઉડર.
સૌથી પહેલા એક ખલમાં સુકા લસણની ચાર પાંચ કળીયો લઈશું અને તેમાં બે ચમચી કાશ્મીરી લાલ મરચું પાઉડર સાથે થોડું પાણી લઈને પેસ્ટ તૈયાર કરીશું.
હવે એક પેનમાં બે ચમચી દેશી ઘી લઈશું, તેમાં જીરું, હીંગ, સુકું લાલ મરચું, મીઠા લીમડાના પાન અને કાપેલી ડુંગળી નાંખીને રાંધીશું.
ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર, ધાણા જીરું પાઉડર અને થોડુ પાણી ઉમેરીને થોડીવાર માટે રાંધીશું.
મીશ્રણ સારી રીતે પાકી જાય ત્યારે ગેસ બંધ કરીને તેમાં ફેંટેલું દહીં ઉમેરીને સારી રીતે મીક્સ કરીશું. ઉપરથી કાપેલા લીલા ધાણાથી ગાર્નિશ કરીશું.