Nov 17, 2025
અળસીના લાડુ શિયાળામાં ખાવાની સલાહ આપે છે. તે ઘણી બીમારીઓમાં રાહત આપે છે.
અળસીના લાડુ બનાવવાની રેસીપી અહીં જણાવી રહ્યા છીએ.
અળસીના બીજ, ગોળ, સૂકુ નારિયેળ, મેથીના બીજ, દેશી ઘી, સમારેલા કાજુ, બદામ, કિસમિસ, તજ પાવડર, એલચી પાઉડર.
અળસીના બીજ ધોઈને સારી રીતે સૂકવી લો. પછી એક કડાઇમાં તેલ વગર હળવા સોનેરી રંગના થાય ત્યાં સુધી શેકી લો.
આ પછી ગોળને નાના ટુકડાઓમાં કાપીને નાખો અને તેને નોન-સ્ટીક પેનમાં ધીમા તાપે ઓગળવા દો. ગોળ વધારે ઘટ્ટ ન થાય તે ધ્યાન રાખો.
પછી સૂકા નારિયેળને છીણી લો અને તેને એક પેનમાં આછા સોનેરી રંગનું થાય ત્યાં સુધી શેકો.
ત્યારબાદ એક મોટા બાઉલમાં, શેકેલા અળસીના બીજ, ઓગાળેલો ગોળ, શેકેલું નારિયેળ, મેથીના દાણા, સમારેલા કાજુ, બદામ, કિસમિસ, તજ પાવડર અને એલચી પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરો.
આ મિશ્રણને તમારા હાથથી સારી રીતે મિક્સ કરીને ગોળ-ગોળ લાડુ બનાવી લો. આ પછી તૈયાર લાડુને હવાચુસ્ત ડબ્બામાં ભરીને રેફ્રિજરેટરમાં સ્ટોર કરો.
ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર અળસીના બીજ હાડકાંને મજબૂત બનાવે છે અને સાંધાના દુખાવામાં રાહત આપે છે.
અળસીમાં રહેલ ફાઇબર કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. આ લાડુ ડાયાબિટીસના દર્દીઓ માટે પાવરહાઉસ તરીકે પણ કામ કરે છે. તેને દરરોજ ખાવાથી બ્લડ સુગર લેવલ નિયંત્રિત થાય છે.