Nov 04, 2025
શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં ગાજર જોવા મળે છે. જેમાંથી તમે સ્વાદીષ્ટ ગાજરનો હલવો બનાવી શકો છો.
ગાજરનો હલવો બનાવવો સરળ છે અને બાળકોથી લઈને વૃધ્ધો સુધી બધાને પસંદ પણ આવે છે. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.
છીણેલા ગાજર, ફૂલ ફેટ દૂધ, ઘી, ખાંડ, કાજુ, બદામ, કિશમિશ, એલચીનો પાઉડર.
એક કડાઈ અથવા નોનસ્ટિક પેનમાં મધ્યમ આંચ પર ઘી ગરમ કરો. તેમાં છીણેલા ગાજર નાખો અને તેને 4-5 મિનિટ માટે સતત ચમચાથી હલાવીને સાંતળો.
આ પછી તેમાં દૂધ નાખો અને મિશ્રણને બરાબર મિક્સ કરો. તેને મધ્યમ આંચ પર ઊભરો આવવા માટે મૂકો.
જ્યારે મિશ્રણ ઉકળવા લાગે ત્યારે ગેસની ફ્લેમને ધીમી કરી દો અને મિશ્રણને થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો.
તેને ચિપકવાથી રોકવા માટે વચ્ચે નિયમિત અંતરાલ પર ચમચાથી હલાવતા રહો. ત્યારબાદ તેમાં ખાંડ, કાજુના ટુકડા, કિશમિશ નાખો અને બરાબર મિક્સ કરો.
ચમચાથી સતત હલાવીને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી પકાવો. તેમાં એલચીનો પાઉડર નાખો અને બધાને બરાબર મિક્સ કરો અને ગેસને બંધ કરી દો.
હલવાને એક પીરસવાના બાઉલમાં કાઢો અને ઉપર બદામ, કાજુ, દ્રાક્ષથી સજાવો અને સર્વ કરો.