શિયાળામાં ગાજરનો હલવો મોટાભાગના ઘરોમાં બનતો હોય છે. લોકોને ગાજરનો હલવો આનંદથી ખાય છે.
જોકે, ગાજરનો હલવો બનાવવો કંટાળાજનક હોય છે. આવી સ્થિતિમાં તમે ગાજરની ખીર પણ ટ્રાય કરી શકો છો.
ગાજરની ખીર સરળ રીતથી બની જાય છે અને ગાજરના હલવાને પણ ટક્કર મારે એવી હોય છે.
ગાજર, પાતળી સેવૈયા, દૂધ, એક કપ મખાના, અડધો કપ કાજુ, અડધો કપ બદામ, ખાંડ, દૂધ, ઈલાયચી પાઉડર
ત્રણ ચાર તાજા ગાજરને ધોયા બાદ છોલીને તેને મોટી ખમણી વડે ખમણી લઈશું. કારણે ગાજરની ખીરમાં ગાજરના ચંક્સ વધારે ટેસ્ટી લાગે છે.
એક કઢાઈમાં બે ચમચી ઘી લઈને ગરમ થવા દો તેમાં એક કપ જેટલી સેવૈયા લઈને સારી રીતે શીકે દી. ત્યારબાદ ખમણેલા ગાજર પણ ઉમેરો.
ગાજરમાંથી પાણી નીકળી જાય ત્યારે તેમાં એક લીટર દૂધ ઉમેરવું. થોડી વાર ઉકળવ દઈશું. દૂઘ ઘટ થવા લાગે ત્યારે તેમાં અડધો કપ ખાંડ ઉમેરીશું.
હવે તેમાં એક કપ મીલ્ક પાઉડર ઉમેરીશું અને પછી ગ્રાઈન્ડ કરેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરીશું. અડધી ચમચી ઇલાયચી પાઉર ઉમેરીને સારી રીતે ઉકળવાર દઈશું.
હવે ઘીમાં શેકેલી ચારોળીથી ખીરને ગાર્નીશ કરો. તમે ગરમા ગરમ ખાઈ શકો છો કે પછી ઠંડી કરીને પણ ખાઈ શકો છો.