Nov 10, 2025

શિયાળામાં સ્વાદ સાથે સ્વાસ્થ્ય વધારશે, ઘરે બનાવો આ ગુણકારી ચટણી

Ankit Patel

આમળા એક નાનું પણ શક્તિશાળી સુપરફૂડ છે. વિટામિન સીથી ભરપૂર, તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

Source: freepik

આમળા શિયાળા દરમિયાન શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, શિયાળાની બીમારીઓ સામે રક્ષણ આપે છે અને થાક ઘટાડે છે.

Source: social-media

આમળા હાડકાં અને દાંત માટે ફાયદાકારક છે, વાળને મજબૂત બનાવે છે અને કુદરતી રીતે ચમકતી ત્વચા જાળવી રાખે છે. તે પાચનમાં પણ સુધારો કરે છે

Source: freepik

આ શિયાળામાં હેલ્થી અને સ્વાદિસ્ટ ડિશ આહારમાં સામેલ કરવા માંગો છો તો સ્વાદિષ્ટ ચટણી બેસ્ટ ઓપ્શન છે. તો નોંધી લો આમળાની ચટણીની રેસીપી.

Source: freepik

સામગ્રી

આમળાના 10-12 ટુકડા (સાફ કરીને સમારેલા), લીલા મરચાં - 2-3, આદુ - 1 ઇંચનો ટુકડા, લસણ - 3-4 કળી,

Source: social-media

આમળાની પેસ્ટ બનાવો

પ્રથમ, આમળાને સારી રીતે ધોઈ લો, તેના નાના ટુકડા કરો અને બીજ કાઢી લો. હવે, મિક્સરમાં, સમારેલા આમળા, લીલા મરચાં, આદુ, લસણ અને થોડું પાણી ભેળવીને સ્મૂધ પેસ્ટ બનાવો.

Source: social-media

મસાલો કરવો

પેસ્ટમાં મીઠું, શેકેલું જીરું પાવડર અને ખાંડ અથવા ગોળ ઉમેરો અને બધું બરાબર મિક્સ થાય ત્યાં સુધી ફરીથી મિક્સ કરો.

Source: freepik

લીંબનો રસ ઉમેરો

તૈયાર કરેલી ચટણીને એક નાના બાઉલમાં નાખો અને લીંબુનો રસ નાખો. તમે સ્વાદ પ્રમાણે લીલા મરચાં અથવા મીઠાની માત્રામાં ફેરફાર કરી શકો છો.

Source: freepik

આમળા ચટણી તૈયાર

આ ચટણીને રેફ્રિજરેટરમાં એક અઠવાડિયા સુધી સરળતાથી સંગ્રહિત કરી શકાય છે અને તેનો ઉપયોગ રોજિંદા ભોજનમાં કરી શકાય છે.

Source: freepik

ટિપ્સ

જો ચટણી થોડી ખાટી લાગે, તો તમે તેમાં ગોળ અથવા મધ ઉમેરી શકો છો. તેને પરાઠા, ઢોસા, સેન્ડવીચ અથવા ભાત સાથે પણ પીરસી શકાય છે.

Source: social-media

Source: social-media