Nov 06, 2025
શિયાળો શરૂ થયો છે ત્યારે શિયાળામાં ખાસ ખવાતા શાક ઘરોમાં બનવાનું શરૂ થયું છે. ખાસ કરીને લસણની અલગ અલગ વાનગીઓ બનવા લાગી છે.
ત્યારે શિયાળામાં ઠંડી ઉડાવી દે એવું દેશી કાઠિયાવાડી ઢાબા સ્ટાઈલનું લસણની કળીનું શાકના પ્રોગ્રામ પણ વાડીઓમાં થવા લાગ્યા છે.
અહીં લસણની કળીના શાકની રેસીપી અહીં જાણીશું. જેનાથી સ્વાદ દેશી કાઠિયાવાડી ઢાબા સ્ટાઈલ જેવો આવશે.
સુકા લસણની કળીઓ (ફોલેલી), જીરું, લીલા મરચા, ટામેચાં, ડુંગળી, લાલ મરચું, તેલ, ચવાણી, સિંગદાણા, મીઠું, લીલા ધાણા, હીંગ, હળદર
હવે એક કઢાઈમાં તેલ લઈને ગરમ થવા તો અને ત્યારબાદ લસણની કળીઓ તેલમાં નાંખીને સહેજ ગોલ્ડન જેવી જાય ત્યાં સુધી તળી લો અને એક વાસણમાં કાઢી લો.
કઢાઈમાં વધેલા તેલમાં અડધી ચમચી જીરું અને હીંગ નાખ્યા બાદ કાપેલી લીલા મરચા પછી કાપેલા ટામેટાં અને પછી કાપેલી ડુંગળી ઉમેરવી થોડીવાર ચડવા દેવા.
હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાઉડર, સિંગદાણાનો ભૂક્કો, ચવાણાનો ભુક્કો અને પાણી ઉમેરીને ચડવા દેવાનું છે.
સારી રીતે ચડે ત્યારે તેમાં તળેલી લસણની કળીઓ ઉમેરવી. અને ઢાંકીને થોડીવાર માટે ચડવા દેવાનું છે. શાક ચડી જાય ત્યારે તેમાં કાપેલી કોથમીર ઉમેરીશું.
આમ તૈયાર થઈ જશે લસણ કળીનું શાક. આ શાકને રોટલા કે રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા પડી જાય છે.