શિયાળામાં ઘરે બનાવો ખજૂરપાક, નોંધી લો પરફેક્ટ માપ સાથેની રેસીપી

Nov 20, 2025, 03:23 PM

શિયાળો શરૂ થતાં જ મોટાભાગના ઘરોમાં વસાણા અને અલગ અલગ પાક બનવાનું શરૂ થઈ જતું હોય છે. ત્યારે ખજૂર પાક બનવો કોમન છે.

શિયાળામાં તમે પણ ખજૂર પાક ઘરે બનાવી શકો છો. અહીં આપેલી રેસીપીથી તમે ફરફેક્ટ ખજૂર પાક બનાવી શકો છો. તો માપ સાથેની રેસીપી નોંધી લો.

સામગ્રી

80 ગ્રામ ઘી, 50 ગ્રામ કાજુ, 50 ગ્રામ બદામ, 50 ગ્રામ પીસ્તા, 1 ચમચી ખસખસ, 800 ગ્રામ ખજૂર, 10 ગ્રામ સુંઠ પાઉડર, અડધી ચમચી જાયફળ પાઉડર.

ડ્રાયફ્રૂટ્સ શેકીશું

એક પેનમાં એક ચમચી ઘી લઈને ગરમ કરો. તેમાં 150 ગ્રામ ઝીંણા કાપેલા કાજુ, બદામ અને પીસ્તા ધીમી ફ્લેમ પર રોસ્ટ કરો. ત્યાર બાદ એક ચમચી ખસખસ નાંખીને શેકીશું.

ખજૂર તૈયાર કરીશું

હવે 800 ગ્રામ ઠળિયા વગરની ખજૂર લઈને મીક્સર જારમાં મોટી મોટી ગ્રાઈન્ડ કરી લો. જેથી નાના કટકા રહી જાય.

ખજૂરને ઘીમાં શેકીશું

પેનમાં વાટકીમાં વધેલું ઘી લઈને ખજૂર નાંખી ધીમી ફ્લેમ પર શેકો. હલાવતા રહીને ખજૂર જ્યાં સુધી નરમ ન પડે ત્યાં સુધી શેકતા રહો.

જાયફળ અને સુંઠ પાઉડર ઉમેરો

જ્યારે ખજૂર નરમ પડવા લાગે ત્યારે તેને મેસ કરવાની સાથે સાથે તેમાં 10 ગ્રામ સુંઠ અને અડધી ચમચી જાયફળ પાઉડર નાંખીને સારી રીતે મીક્સ કરો.

ડ્રાયફ્રૂટ ઉમેરો

જ્યારે ખજૂર એકદમ નરમ થઈ જાય અને પેન છોડવા લાગે ત્યારે તેમાં રોસ્ટેડ ટ્રાયફ્રૂટ નાંખીને સારી રીતે મીક્સ કરો. અહીં થોડા રોસ્ટેડ ડ્રાયફ્રૂટ બાકી રાખો.

મોલ્ડમાં કાઢી ગાર્નિસ કરો

ખજૂરમાં ડ્રાયફ્રૂટ્સ મીક્સ થાય છે ત્યારે તેને મોલ્ડમાં કાઢીને સારી રીતે સેટ કરો અને ઉપરથી વધેલા રોસ્ટેડ ડ્રાયફ્રૂટથી ગાર્નિસ કરો. આમ તૈયાર થઈ જશે પરફેક્ટ ખજૂર પાક.