Nov 18, 2025
શિયાળો શરુ થયો છે ત્યારે મોટાભાગના ઘરોમાં વસાણા બનતા હોય છે અને શિયાળામાં વસાણા ખાવા એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
કચ્છી અડદિયાને વસાણાનો રાજા કહેવાય છે. આ શિયાળામાં તમે પણ ઘરે આ સરળ રીતથી ઘરે કચ્છી અડદિયા બનાવી શકો છો. તો રેસીપી નોંધી લો.
અડધા કપ કરતા ઓછું દૂધ, એક ચમચી દેશી ઘી, 250 ગ્રામ અડદનો કણીવાળો લોટ,250 ગ્રામ ખાંડ,350 ગ્રામ ઘી,ખાવાનો ગુંદર, 200 ગ્રામ દૂધનો માવો.
પહેલા એક તપેલીમાં અડધા કપ કરતા ઓછું દૂધ લો અને તેમાં એક ચમચી ઘી ઉમેરો અને હવે ગરમ કરવા મુકો.
એક તાસમાં 250 ગ્રામ અડદનો કણીવાળો લોટ લો. તેમાં ધીમે ધીમે ગમર કરેલી ઘી દૂધ ઉમરો અને પછી હાથેથી મીક્સ કરો. હાથેથી દબાવીને ઢાંકી દો.
મોટો ટુકડો જાયફર, કાળી ઈલાયચી, લીલી ઈલાયચી, બે બાદિયા, તલની મોટો ટુકડો, બે તમાલ પત્ર, કાળા મરી અને લવિંગ.અડધી ચમચીથી ઓછી હિંગ ને મીક્સરમાં લઈ પાઉડર બનાવીશું.
એક પેનમાં 250 ગ્રામ ખાંડ લઈને એકદમ ધીમી ફ્લેમ પર ઓગાળવા માટે મુકો. ખાંડ ઓગળે ત્યારે તેમાં અડધો કપ જેટલું ગરમ પાણી ઉમેરી હલાવો.જાડા તારની ચાસણી થાય ત્યાં સુધી ગરમ કરો.
હવે એક કઢાઈમાં 350 ગ્રામ ઘી લઈને ગરમ થવા દો અને તેમાં અડધો કપ જેટલો ખાવાનો ગુંદર ઉમેરો અને તળીને બહાર કાઢો.
કઢાઈમાં બાકી રહેલા ઘીમાં અડદનો લોટ લો અને બે કપ જેટલું ઘી ઉમેરો અને ધીમા તાપે શેકાવા દો. હલાવતા રહીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી લોટને શેકવો.
લોટની કણિયો લાલ થઈ જાય ત્યારે તેમાં 200 ગ્રામ દૂધનો માવો ઉમેરવો. ત્યારબાદ તેમાં કતરણ કરેલી બદામ, મોટી ચમચી કીસમીચ, ખસખસ, તૈયાર કરેલો મસાલો ઉમેરી હલાવીશું.
લોટમાં બધું મીકસ થઈ જાય ત્યારે કઢાઈને નીચે ઉમેરીને તેમાં ખાંડની ચાસણી ઉમેરો અને સારી રીતે મીક્સ કરો. છેલ્લા તળેલો ગુંદર ઉમેરો.
મીશ્રણમાં જો ડ્રાયફ્રૂટ્સ ઓછા પડે તો તમે પાછળથી ઉમેરી શકો છો. એક બીબામાં આ મીશ્રણને ભરીને તેને આકાર આપો. આમ તૈયાર થઈ જશે કચ્છી અડદિયા.