Nov 17, 2025
શિયાળો શરૂ થયો છે અને માર્કેટમાં લીલું લસણ પણ મળવાનું પણ શરુ થયું છે.
લીલા લસણનો ઉપયોગ કરીને અલગ અલગ વાનગીઓ પણ તૈયાર થાય છે.
શિયાળામાં તમે મેથીના થેપલાની જગ્યાએ લસણિયા થેપલા પણ બનાવી શકો છો.
પોચા અને ટેસ્ટી થેપલા એકદમ સરળ રીતથી બની જશે. તો ફટાફટ રેસીપી નોંધી લો.
લીલું લસણ, 2 કપ ઘઉંનો લોટ, મીઠું, 1/4 ચમચી અજમો, 1/4 ચમચી હળદર, 1/4 ચમચી ધાણા પાઉડર, તેલ જરૂર મુજબ, દહીં (ઓપ્શનલ), મરચું પાઉડર, લીલું મરચું,તલ.
લીલું લસણ લઈને એકદમ ઝીણું સમારી લેવું. ત્યારબાદ તેને પાણી વચ્ચે સારી રીતે ધોણીને પકડામાં છૂટું પાથરી દેવું. જેથી લસણમાંથી પાણી નીકળી જાય.
લીલા મરચાને ખલમાં ખાંડી લો અને લીલા લસણ સાથે એક બે ચમચી તેલમાં કાચુ પાકું સાંતળી લો.
એક બાઉલમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ચમચી અજમો, 1/4 ચમચી હળદર, 1/4 ચમચી ધાણા પાઉડર ઉમેરો, અને લીલા લસણ અને લીલા મરચું ઉમેરો.
ત્યારબાદ તલ નાંખી અને જરૂર પ્રમાણે પાણી ઉમેરીને લોટ બાંધો. જો તમે ઈચ્છો તો તમે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો. થોડું તેલ ઉમેરીને ફરીથી લોટને મસળો. કપડાથી ઢાંકીને રેસ્ટ કરવા મુકો.
હવે લોટમાંથી નાના નાના ગુલ્લા બનાલો અને થેપલા વણીને ગરમ તવી પર શેકો અને તેલ કે ઘીના ટુવા આપવા. આમ તૈયાર થઈ જશે લસણિયા થેપલા.