Oct 29, 2025
શિયાળાની ધીમે-ધીમે શરુઆત થઇ રહી છે. ઠંડીની સિઝનમાં લીલી હળદરનું શાક ખાવાની એક અલગ જ મજા આવે છે.
શિયાળામાં સિઝનમાં લીલી હળદરના શાકને ઘણું ગુણકારી અને સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.
લીલી હળદર, વટાણા, લીલુ લસણ, લીલી ડુંગળી, આદુ,મરચા, ટામેટાં, ડુંગળી, લસણ પેસ્ટ, દહીં, ઘી, ધાણા, મીઠું, મરચું પાઉડર.
લીલી હળદરને પાણીમાં ધોઈને થોડીવાર માટે પલાળી રાખો પછી તેની છાલ કાઢી નાખો. આ પછી ફરી પાણીમાં ધોઈ લો અને છીણી લો.
લીલી ડુંગળી, લીલું લસણ અને ટામેટાને ઝીણા સમારી લો.
હવે કડાઈમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે છીણેલી લીલી હળદર નાખો. જેટલુ ઘી એટલી લીલી હળદર નાખો.
થોડી હળદર સેકાઈ જાય એટલે તેમાં લીલી ડુંગળી, લીલું લસણ નાખો. થોડીક વાર માટે તેને પકવા દો પછી તેમાં ટામેટાં નાખો.
હવે તેમાં આદુ મરચા અને લસણની પેસ્ટ નાખો અને થોડીવાર થવા દો પછી તેમાં બાફેલા લીલા વટાણા નાખો.
આ પછી તેમાં દહીં નાખો અને થોડીવાર રહેવા દો જ્યાં સુધી ઉપર ના આવે ત્યાં સુધી ધીમા ગેસ તેને થવા દો.
આ પછી તમારું લીલી હળદરનું ટેસ્ટી શાક તૈયાર થઇ જશે. બાજરીના રોટલા કે રોટલી સાથે ખાઇ શકો છો.