Dec 10, 2025
શિયાળો શરુ થાય ત્યારે માર્કેટમાં ગાજર મળતા થઈ જાય છે. શિયાળામાં મોટાભાગના ઘરોમાં ગાજરનો હલવો બનવો સામાન્ય છે.
ગાજરનો હલવો બનાવવો માથાના દુઃખાવા સમાન હોય છે કારણ કે સૌથી અઘરું સ્ટેપ ગાજરને છીણવાનું છે.
અહીં ગાજરને છીણવાની ઝંઝટ વગર જ ગાજરનો હલવો બનાવવાની રીત જાણીશું. આ રીતથી ગાજરનો હલવો ફટાફટ બની જશે.
ગાજરનો હલવો કુકરમાં બનશે અને ઓછી મહેનતથી બની જશે. તો રેસીપી નોંધી લો.
ગાજર, ખાંડ, દૂધ, ક્રીમ, કાજુ, બદામ, સુકી દ્રાક્ષ, ઈલાયચી પાઉડર (અહીં તમને ગમતા ડ્રાયફ્રૂટ્સ લઈ શકો છો)
સૌથી પહેલા ગાજરને ધોઈ ઉપરના રૂછા કાઢીને નાના ટૂકડા કરો. એક કૂકરમાં 3 ચમચી ઘી લઈ તેમાં ગાજર નાંખો અને એક વાટકી દૂધ ઉમેરી બે સીટી આવાવ દો.
હવે બફાઈ ગયેલા ગાજરને મેસર વડે મેચ કરી દો. એટલે છીણ્યા હોય તેવા બની જશે.
હવે તેમાં એક કપ મલાઈ અને સ્વાદ પ્રમાણે ખાંડ અને એક ચમચી ઘી ઉમેરીને સારી રીતે પાકવા દો. પાણી બળી જાય ત્યાં સુધી ચડવા દો.
બધું મીશ્રણ સારી રીતે રંધાઈ જાય એટલે કે સુગંધ આવે ત્યારે તેમાં રોસ્ટેડ અને કટ કરેલા કાજુ બદામ અને ઈલાયચી પાઉડર ઉમેરી સારી રીતે મીક્સ કરો અને થોડીવાર ચડવા દો.