શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમાવો આપશે મકાઈની રાબ, દેશી રેસીપી

Dec 09, 2025, 11:38 AM

શિયાળો શરૂ થયો છે અને કડકડતી ઠંડી પણ પડવા લાગી છે. આવી સ્થિતિમાં લોકો શરીરને ગરમ રાખવા માટે અલગ અલગ વાનગીઓ બનાવે છે.

લોકો શિયાળામાં વસાણા, પાક સહિતની વાનગીઓ ખાઈને શરીરને ગરમ અને તંદુસ્ત રાખે છે.

ત્યારે શિયાળામાં એકદમ ઓછી વસ્તુઓથી બનતી મકાઈની રાબ પણ શરીરને ગરમાવો આપે છે.

મકાઈની રાબ ચપટી વગાડતા જ બની જાય છે. તો ફટાફટ નોંધી લો દેશી રેસીપી

સામગ્રી

દહીં કે છાસ, ત્રણ ચમચી મકાઈનો લોટ, જીરું, ઘી તડકા માટે, હીંગ, સ્વાદ પ્રમાણે મીઠું, પાણી, હળદર, લીલા ધાણા

દહીંને વાટી લઈશું

સૌથી પહેલા એક તપેલીમાં દહીં લઈ તેમાં પાણી ઉમેરીને છાશ. અહીં છાશ પણ લઈ શકો છો. જોકે, મીશ્રણ સામાન્ય ઘટ રહે એ રીતે પાણી ઉમેરવું.

મકાઈનો લોટ ઉમેરી હલાવીશું

હવે આ પ્રવાહીમાં જરૂર પ્રમાણે મકાઈનો લોટ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને સારી રીતે મીક્સ કરી લઈશું. લોટની કણીઓ ન રહે એનું ખાસ ધ્યાન રાખવું.

તડકો લગાવીશું

એક પેનમાં એક ચમચી ઘી કે તેલ લઈને તેમાં અડધી ચમચી જીરું અને ચપટી હીંગ નાંખીને મીશ્રણમાં ઉમેરો અને હલાવો.

કોથમીરથી ગાર્નિસ કરો

જીરાનો તડકો લાગાવ્યા બાદ મકાઈ રાબ તૈયાર થશે. તેને એક બાઉલમાં કાઢીને તેને ઝીંણી કાપેલી કોથમિરથી ગાર્નિસ કરો અને ઠંડીમાં ગરામ ગરમ એન્જોય કરો.