Nov 18, 2025
શિયાળામાં મેથીના લાડવા ઘણા ફાયદાકારક માનવામાં આવે છે. તે થોડા કડવા હોય છે પણ ઘણા ગુણકારી છે.
મેથીના લાડવા ઠંડીની સિઝનમાં અવશ્ય ખાવા જોઈએ. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.
આખી મેથી, ઘઉંનો લોટ, ઘી, ગોળ, કોપરુ, સુંઠનો પાવડર, દૂધ, ગુંદર, બદામ, કાજુ, પિસ્તા, ઇલાયચીનો પાવડર, જાયફળ, ગંઠોડાનો પાવડર.
મેથીના લાડુ બનાવવા માટે સૌ પ્રથમ મેથી શેકી નાખો. આ પછી તેને મિક્સરમાં પીસી તેનો પાઉડર બનાવો.
એક બાઉલમાં મેથી પાઉડર અને તેમાં દૂધ ઉમેરીને હલાવો. બરાબર મિક્સ થઈ જાય પછી તેને 3 કલાક માટે ઢાંકીને રાખો.
ગેસ પર કડાઈ ગરમ કરીને કોપરાનું ખમણ શેકીને એક થાળીમાં કાઢી લો. આ પછી કડાઈમાં 2 ચમચી ઘી ગરમ કરી તેમાં બદામ, કાજુ અને પિસ્તા તળીને એક વાસણમાં કાઢી લો.
થોડું ઘી ગરમ કરી થોડો ગુંદર ઉમેરીને ધીમા તાપે સોનેરી થાય ત્યાં સુધી શેકો. પછી અલગ વાસણમાં કાઢી લો. તળેલા ગુંદરને ખાંડી નાખો.
એક મોટા વાસણમાં શેકેલો લોટ, સૂકામેવા, સ્મેશ કરેલ ગુંદર, ટોપરું, શેકેલી મેથીનું મિશ્રણ કાઢી લો. કડાઈમાં થોડું ઘી ગરમ કરીને પલાળી રાખેલ મેથી ઉમેરીને ધીમા તાપે એકદમ ડ્રાય થઈ જાય ત્યાં સુધી શેકીને કાઢી લો.
હવે એક કડાઈમાં સમારેલો ગોળ અને 1 ચમચી નાખી ધીમા તાપે ગોળ ઓગળે ત્યાં સુધી હલાવતા રહો. ગોળ ઓગળી જાય એટલે તેમાં ઈલાયચી પાઉડર અને સુંઠ પાઉડર નાખી મિક્સ કરી લો.
ઓગળેલા ગોળને મેથી અને સૂકામેવાના મિશ્રણમાં ઉમેરીને બરાબર મિક્સ કરો. આ પછી મિશ્રણ થોડું ઠંડું થાય એટલે હાથ વડે મિક્સ કરીને લાડુ વાળી લો.
બધા મેથીના લાડવાને એક ડબ્બામાં ભરી લો. શિયાળામાં દરરોજ એક ખાઇ શકો છો.