શિયાળામાં 3 વસ્તુથી બનાવો મેથીના લાડુ રેસીપી, સહેજ પણ નહીં લાગે કડવા

Dec 05, 2025, 11:02 AM

શિયાળાની ઋતુ શરુ થઈ ગઈ છે અને ઠંડી પણ પડવા લાગી છે. ત્યારે મોટાભાગના ઘરોમાં વસાણા બનવાના સરૂ થયા છે.

અલગ અલગ પાક અને લાડુ ખાઈને લોકો શિયાળામાં સ્વસ્થ રહે છે. ત્યારે મેથીના લાડુ પણ શરીર માટે ગુણકારી છે.

મેથીના લાડુ બનાવવા એકદમ સરળ છે. અને ત્રણ સામગ્રીમાંથી તૈયાર થાય છે. ગેસ પણ સળગાવવાની જરૂર પડતી નથી. તો ફટાફટ રેસીપી નોંધી લો.

સામગ્રી

250 ગ્રામ મેથીનો લોટ, 500 ગ્રામ ગોળ, 250 ગ્રામ ઘી

મેથીનો લોટ તૈયાર કરવો

સૌથી પહેલા મેથી 250 ગ્રામ મેથી દાણા લો અને તેને મીક્સર જારમાં લઈને પાઈન પાઉડર તૈયાર કરી લો.

મેથી લાડુ બનાવવા

એક બાઉલમાં મેથીનો લોટ લઈને તેમાં 500 ગ્રામ ઝીણેલો ગોળ અને 250 ગ્રામ દેશી ઘી લઈને હાથ વડે સારી રીતે મીક્સ કરી લો.

મીક્સરને રેસ્ટ કરવા દો

હવે આ મીક્સરને ઢાંગીને ત્રણ દિવસ સુધી રેસ્ટ કરવા દો. જેથી લોટમાં ગોળ અને ઘી સારી રીતે મીક્સ થઈ જાય. અને મેથીની કડવાસ ઓછી થાય.

લાડુ બનાવવા

ત્રણ દિવસ રેસ્ટ આપ્યા બાદ લોટને ફરીથી સારી રીતે મીકસ કરીને હાથ વડે મધ્યમ કદના લાડુ બનાવો. અને રોજ સવારે ખાવાથી શરીર તંદુરસ્ત રહેશે.