Dec 06, 2025

શિયાળામાં ઘરે બનાવો મેથી પાક, આ રેસીપીથી બનશે પોચો રૂ જેવો

Ankit Patel

શિયાળામાં વસાણા ખાવા શરીર માટે ખુબ જ લાભદાયી છે. ત્યારે મેથી પાક પણ શિયાળાનું પાવરફૂલ વસાણું છે.

Source: social-media

ઘરે મેથી પાક બનાવવો સરળ છે. અહીં પરફેક્ટ માપ સાથે સામગ્રી અને બનાવવાની રીત જણાવી છે. તો રેસીપી નોંધી લો.

Source: social-media

સામગી

25 ગ્રામ બદામ, 25 ગ્રામ કાજુ, 25 ગ્રામ સુકી દ્રાક્ષ, 25 ગ્રામ પીસ્તા, 80 ગ્રામ ઘઉંનો લોટ, ત્રણ ચમચી અડદ દાળ, ત્રણ ચમચી મેથી દાણા, 50 ગ્રામ ગુંદ,

Source: social-media

સામગી

30 ગ્રામ સુકું ટોપરું, સવા 200 ગ્રામ દેશી ઘી, અને 200 ગ્રામ ગોળ, એક ચમચી ખસખસ, એક ચમચી ગંઠોળાનો પાઉડર, બે ચમચી સુંઠ પાઉડર, અડધી ચમચી હળદર,

Source: social-media

મેથી, અડદ અને ગુંદનો પાઉડર બનાવો

સૌથી પહેલા આપેલા માપ પ્રમાણે મેથી દાણા, અડદ દાળ અને ગુંદને મીક્સર જારમા અલગ અલગ લઈને લોટ તૈયાર કરીશું.

Source: social-media

મેથીના લોટને ઘીમાં પલાળો

હવે મેથીના લોટને એક કે બે ચમચી ઘીમાં પલાળીલો જેથી મીક્સ કરીશું ત્યારે કણી પડશે નહીં. આમ મેથી ઘીની પેસ્ટ તૈયાર થશે.

Source: social-media

મેથી પાક બનાવીશું

એક મોટી કઢાઈ લો તેમા 100 ગ્રામ જેટલું ઘી લઈને તેમાં ગાર્નિસિંગ માટે કાઢેલો ગુંદ તળીને બાજુ પર રાખો. કઢાઈમાં બાકી રહેલા ઘીમાં ઘઉંનો લોટ ઉમેરીને શેકી લઈશું.

Source: social-media

અડદનો લોટ ઉમેરીશું

ગેસની લો ફ્લેમ પર જ ઘઉંનો લોટ 50 ટકા શેકાઈ જાય ત્યારે તેમાં અડદનો લોટ ઉમેરીશું. લોટમાંથી સુંગદ આવવા લાગે ત્યારે પીસેલો ગુંદ ઉમેરી લઈશું.

Source: social-media

ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીશું

હવે ગુંદ સારી રીતે શેકાઈ જાય ત્યારે તેમાં બદામની કતરણ અને કોપરાની છીણ ઉમેરીશું. ત્યાર બાદ તેમાં સુંઠ, ગંઠોળા અને હળદરને ઉમેરીને સારી રીતે મીક્સ કરીશું.

Source: social-media

મેથી પેસ્ટ ઉમેરીશું

બધું સારી રીતે મીક્સ થઈ જાય ત્યારે મેથીની પેસ્ટ અને સુકી દ્રાક્ષ ઉમેરીશું અને ગેસની ફ્લેમ લો રાખી બધું સારી રીતે મીક્સ કરી શેકીશું.

Source: social-media

ગોળ ઉમેરીશું

હવે ગેસ બંધ કર્યા બાદ ગોળને મીશ્રણમાં થોડો થોડો કરીને ઉમેરતા રહીશું. બધુ બરોબર મીક્સ થયા બાદ છેલ્લા પીસ્તા અને ખસખસ ઉમેરીશું.

Source: social-media

મેથી પાક તૈયાર

મીશ્રણને એક મોલ્ડમાં સેટ કરવા રાખી દો, તેના ઉપર ગુંદર, ટોપરાની છીણથી ગાર્નિસ કરો અને નાના કદમાં કટ કરો. આમ તૈયાર થઈ જશે તમારો મેથી પાક.

Source: social-media

Source: social-media