Nov 11, 2025
શિયાળો શરૂ થઈ ગયો છે. શિયાળાની શરૂઆતથી જ માર્કેટમાં શાકભાજીઓ આવતી થઈ ગઈ છે. ખાસ કરીને મૂળા પણ દેખાવા લાગ્યા છે.
શિયાળામાં અલગ અલગ પ્રકારની ચટણી પણ બનાવવામાં આવે છે. શિયાળામાં મૂળા ખાવાની અલગ મજા છે.
ત્યારે તમે પણ ભોજનની થાળીમાં મૂળાની ચટણી ઉમેરી શકો છો. અહીં મૂળાની ઈન્સ્ટન્ટ ચટણી બનાવવાની રીત જાણીશું.
મૂળો, ટામેટા, લીલી કોથમીર, લસણની કળિયો, મીઠું, જીરું પાઉડર, ચાટ મસાલો, લીંબુનો રસ
સૌથી પહેલા એક પેનમાં તેલ લઈને બે ભાગમાં કાપેલા બે ટામેટા, લસણની 4-5 કળીઓ, એક લીલું મરચું કાપેલું નાંખીને ઉપરથી મીઠું ભભરાવીને શેકો.
ત્યારબાદ એક મૂળો લઈને તેને ધોઈને છોલીને ખમણી વડે છીણી લો અને બાજુ પર રાખી દો.
એક ખલ લો. હવે ટામેટાની છાલ ઉતારીને ખલમાં નાંખો, શેકેલા લસણ અને મરચાં, કાપેલા લીલા ધાણા સાથે લઈને ખાંડો અને પેસ્ટ તૈયાર કરો.
ત્યારબાદ તેમાં છીણેલા મૂળા, મીઠું, જીરું પાઉડર, આમચુર પાઉડર અને લીંબુંનો રસ ઉમેરીને સારી રીતે ખાંડો આમ તૈયાર થઈ જશે તમારી મૂળાની સ્વાદિષ્ટ ઈન્સ્ટન્ટ ચટણી.