શિયાળાની ઠંડીમાં ઘરે બનાવો પહાડી ચા, બીજી બધી ચા ભૂલી જશો

Nov 13, 2025, 12:17 PM

શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી શરુ થઈ ગઈ છે. ત્યારે ગરમા ગરમ ચા પીવાનું દરેકને મન થતું જ હોય છે.

શિયાળા દરમિયાન મોટાભાગના ઘરોમાં આદુ, ફૂદીના વાળી ચા બનતી હોય છે. જે સ્વાદમાં પણ મસ્ત હોય છે.

તમે દરરોજની સાદી ચા પીને કંટાળી ગયા છો તો એકવાર પહાડી ચા બનાવી જુઓ. તો ફટાફટ રેસીપી નોંધી લો.

સામગ્રી

ફૂદીનો, તુલસીના પાન, આદુનો ટુકડો, કાળામરી, તલનો ટુકડો, ચા પત્તી, દૂધ, ખાંડ, પાણી.

ચાનો મસાલો તૈયાર કરવો

ટુકલો લઈને ખાંડી લો.

ચા બનાવવાની રીત

એક તપેલીમાં પાણી લો અને તેમાં તૈયાર કરેલો મસાલો નાંખો, હવે એક ઊભરો આવે ત્યા સુધી ગમ કરો.

ચા પત્તી ઉમેરો

એક ઊભરો આવી જાય ત્યારે તેમાં ચા પત્તી ઉમેરો અને ફરીથી એક ઊભરો આવે ત્યાં સુધી ઉકાળો.

દૂધ ઉમેરો

ફરીથી એક ઊભરો આવે ત્યારે તેમાં જરૂર પ્રમાણેનું દૂધ ઉમેરો અને બે ઊભરા આવે ત્યાં સુધી ઉકાળો.

ખાંડ ઉમેરો

બે ઊભરા આવી જાય ત્યારે સ્વાદ અનુસાર ખાંડ ઉમેરો અને સારી રીતે ઉકળવા દો. આમ તૈયાર થઈ જશે તમારી પહાડી ચા.