Oct 04, 2025
1 કપ પલાળેલી મગની દાળ, 2 કપ તાજી ધોઈને સમારેલી પાલક, 1 ઝીણી સમારેલી ડુંગળી, 2-3 ઝીણી સમારેલી લસણની કળી
1/2 ઇંચ છીણેલું આદુ, 1/2 ચમચી હળદર, 1/2 ચમચી જીરું, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી ઘી અથવા તેલ, 4 કપ પાણી
સૌ પ્રથમ કુકરમાં ઘી અથવા તેલ ગરમ કરો. તેમાં જીરું ઉમેરો, પછી લસણ, આદુ અને ડુંગળી ઉમેરો અને સોનેરી થાય ત્યાં સુધી ફ્રાય કરો.
હવે તેમાં હળદર અને મગની દાળ નાખો, પછી 3-4 મિનિટ માટે સાંતળો.આ પછી તેમાં સમારેલી પાલક ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
હવે 4 કપ પાણી ઉમેરો, મીઠું ઉમેરો, કૂકર બંધ કરો અને 2 સીટી વગાડો. કૂકરનું પ્રેશર છૂટી જાય પછી સૂપને હળવા હાથે મેશ કરો.
જો તમે સૂપને પાતળો કરવા માંગતા હોવ તો તમે થોડું વધારે પાણી ઉમેરી શકો છો. તેની ઉપર કાળા મરીનો પાવડર છાંટો અને ગરમા-ગરમ સર્વ કરો.