શિયાળા માટે પરફેક્ટ પાલક મગ દાળ સૂપ, રોગ પ્રતિકારક શક્તિ વધારી વજન ઘટાડશે!

Nov 03, 2025, 03:43 PM

ઠંડીનો ચમકારો સવારે થોડો થવા લાગ્યો છે, શિયાળા (Winter) નું આગમન થાય એટલે ભૂખ વધારે લાગે છે. એવામાં જો તમે સવારે ખાવા માટે કંઈક હેલ્ધી, ટેસ્ટી અને પૌષ્ટિક ખાવાની ઈચ્છા રાખતા હોવ તો પાલક અને મગની દાળનો સૂપ એક ઉત્તમ ઓપ્શન છે.

પાલક અને મગની દાળનો સૂપ સૂપ માત્ર શરીરને ગરમ જ નથી રાખતું, પરંતુ તેમાં પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ પણ ભરપૂર માત્રામાં હોય છે. આ સૂપ વજન ઘટાડવાથી લઈને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને એનર્જી બૂસ્ટર તરીકે કામ કરે છે.

પાલક મગ દાળ સૂપ રેસીપી

1 કપ પલાળેલી મગની દાળ, 2 કપ તાજી ધોઈને સમારેલી પાલક, 1 ઝીણી સમારેલી ડુંગળી, 2-3 ઝીણી સમારેલી લસણની કળી

પાલક મગ દાળ સૂપ રેસીપી

1/2 ઇંચ છીણેલું આદુ, 1/2 ચમચી હળદર, 1/2 ચમચી જીરું, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી ઘી અથવા તેલ, 4 કપ પાણી

પાલક મગ દાળ સૂપ રેસીપી

સૌ પ્રથમ કુકરમાં ઘી અથવા તેલ ગરમ કરો. તેમાં જીરું ઉમેરો, પછી લસણ, આદુ અને ડુંગળી ઉમેરો અને સોનેરી થાય ત્યાં સુધી ફ્રાય કરો.

પાલક મગ દાળ સૂપ રેસીપી

હવે તેમાં હળદર અને મગની દાળ નાખો, પછી 3-4 મિનિટ માટે સાંતળો.આ પછી તેમાં સમારેલી પાલક ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

પાલક મગ દાળ સૂપ રેસીપી

હવે 4 કપ પાણી ઉમેરો, મીઠું ઉમેરો, કૂકર બંધ કરો અને 2 સીટી વગાડો. કૂકરનું પ્રેશર છૂટી જાય પછી સૂપને હળવા હાથે મેશ કરો.

પાલક મગ દાળ સૂપ રેસીપી

જો તમે સૂપને પાતળો કરવા માંગતા હોવ તો તમે થોડું વધારે પાણી ઉમેરી શકો છો. તેની ઉપર કાળા મરીનો પાવડર છાંટો અને ગરમા-ગરમ સર્વ કરો.

મકાઈ મેથી પરોઠા રેસીપી, શિયાળામાં મોસમની મજા!